Abtak Media Google News

અબતક, નવી દિલ્લી

દેશના પૂર્વીય દરિયા કાંઠા તરફ ચક્રવાર્તી તોફાન જવાદ તેજીથી વધી રહ્યું છે. અનુમાન છે કે, તોફાન આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કાંઠાના વિસ્તારો સાથે ટકરાશે. આ તોફાનની અસર દેશના અલગ અલગ દરિયાઈ ભાગોમાં થશે. પંરતુ તેની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં થશે. આવામાં બંને રાજ્યોની સરકારે તેને લઈને સૂચનો જાહેર કર્યાં છે.

દેશના પૂર્વીય દરિયા કાંઠા તરફ ચક્રવાર્તી તોફાન જવાદ તેજીથી વધી રહ્યું છે. અનુમાન છે કે, તોફાન આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કાંઠાના વિસ્તારો સાથે ટકરાશે. આ તોફાનની અસર દેશના અલગ અલગ દરિયાઈ ભાગોમાં થશે. પંરતુ તેની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં થશે. આવામાં બંને રાજ્યોની સરકારે તેને લઈને સૂચનો જાહેર કર્યાં છે.

દેશના પૂર્વીય તટ પર ફરીથી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે.  આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં જવાદ તોફાનનો કહેર જોવા મળી રહ્યો છે. ચક્રવાત જવાદના આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયાઈ તેમજ પશ્ચિમી બંગાળની ખાડી સુધી પહોંચવાની આશંકા છે. તેના બાદ તે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશા દરિયાઈ કાંઠા પાસે પૂર્વોત્તર તરફ વધશે. જવાદ આજે બપોરે પુરીના આસપાસના દરિયા કાંઠે પહોંચશે.

ઉલ્લેખનીય છે કે, ચક્રવાત જવાદને લઈને દેશભરમાં એલર્ટ છે. આ તોફાનની રફ્તાર 100 કિમી પ્રતિ કલાક રહેવાના અણસાર છે. તેજ હવાઓને પગલે વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી શકે છે. ચક્રવાતથી લડવા માટે પૂર્વીય દરિયા કાંઠાના રાજ્યોમાં એનડીઆરએફની 46  ટીમને તૈનાત કરી દેવાઈ છે.

મૌસમ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચક્રવાત જવાદની અસર દેશના અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે, વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે

વાવાઝોડાને પગલે 107 જેટલી ટ્રેનો રદ્દ: શાળા-કોલેજોમાં રજા જાહેર!!

ચક્રવાત જવાદને પગલે ઈન્ડિયન રેલવેએ 107 ટ્રેન કેન્સલ કરી દીધી છે. તે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયાઈ કાંઠા પાસેથી પસાર થતી ટ્રેન છે. ચક્રવાત જવાદને લઈને ઓરિસ્સાના 19 જિલ્લાની સ્કૂલો આજે બંધ રહેશે. બંને રાજ્યોમાં યુજીસી નીટ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામા આવી છે.

જવાદના ભયે એનડીઆરએફ સજ્જ 54000 લોકોનું સ્થળાંતર કરાયું!!

ચક્રવાતથી લડવા માટે પૂર્વીય દરિયા કાંઠાના રાજ્યોમાં એનડીઆરએફની 46  ટીમને તૈનાત કરી દેવાઈ છે. ચક્રવાતની સાથે ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે ત્યારે એનડીઆરએફની ટીમોને એલર્ટ પર મૂકી દેવામાં આવી છે અને સાથોસાથ હાલ સુધીમાં આંધ્ર પ્રદેશમાં ભયગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ 54000 જેટલા લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે

જવાદની ગતિ 100 કિમી સુધી પહોંચવાની શકયતા

ચક્રવાત જવાદને લઈને દેશભરમાં એલર્ટ છે. આ તોફાનની રફ્તાર 100 કિમી પ્રતિ કલાક રહેવાના અણસાર છે. તે જ હવાઓને પગલે વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી શકે છે. ચક્રવાતથી લડવા માટે પૂર્વીય દરિયા કાંઠાના રાજ્યોમાં એનડીઆરએફની 46 ટીમને તૈનાત કરી દેવાઈ છે. ભયગ્રસ્ત વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

વાવાઝોડું સાંજે વિશાખાપટ્ટનમ સાથે અથડાય તેવા અણસાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.