Abtak Media Google News

ભૂમાફિયાઓએ નદીનું વહેણી રોકી, મોટા ભૂંગળા નાખી રસ્તો બનાવી દીધો છતાં તંત્ર મૌન

 

અબતક,કરણ બારોટ,જેતપુર.

જેતપુર શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાં નાળપાટ પાસે ખનીજ માફિયાઓ તંત્રની મીઠી નજર હેઠળ નદીનું વહેણ રોકી તેમાં મોટા ભૂંગળા નાખી તેના પર રસ્તો બનાવી બેફામ રીતે રેતીની ખનીજ ચોરી કરી રહ્યા છે.

શહેરની હદ વિસ્તારમાંથી પસાર થતી ભાદર નદીમાં જોડિયા હનુમાન પાસે નાળપાટ તરીકે ઓળખાતા ભાદર નદીના વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેખોફ બની તંત્રની મીઠી નજર હેઠળ ખનીજ ચોરી કરી રહ્યા છે. ખનીજ ચોરી માટે વાહન લાવવા લઈ જવા આ ખનીજ માફિયાઓ ભાદર નદીમાં અત્યારે પાણીનો પ્રવાહ ચાલુ હોવા છતાં નદી જાણે કોઈ નાલું હોય તેમ મોટા મોટા સિમેન્ટના ભૂંગળા નાખી તેના પર કોંક્રેટ કરી નદીની વચ્ચોવચ્ચ રસ્તો બનાવ્યો છે. નાળપાટ, મોણપર તેમજ ખીરસરા પાસે નદીમાં પ્રદૂષિત કેમિકલ યુક્ત લાલ પાણી ભળતું ન હોવાથી ત્યાંની રેતી બાંધકામ માટે ખૂબ સારી રહેતી હોવાથી ખનીજ માફિયાઓ અહીં બેફામ બની નદીમાં ખનન કરી રહ્યા છે.

નાળપાટ વિસ્તાર શહેરની હદમાં જ હોય અને ત્યાં નદીમાં ખનીજ માફિયાઓ સક્રિય થયાં હોય તે પ્રશાસનને જાણ ન હોય તેવું બને જ નહીં ઉપરથી નદીમાં વચ્ચે રસ્તો બનાવી નાંખે તો પણ તંત્ર અજાણ હોય આવું કઈ રીતે બને. અને જો ખરેખર તંત્ર અજાણ હોય તો તેની ફરજમાં બેદરકારી ગણવી જોઈએ. પરંતુ આવું નથી કેમ કે, મોણપર ગામ ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, તેમાં ખનીજ ચોરી પણ એક કારણ બતાવ્યું છે. અને ખનીજ ચોરી વિશે લાગતી વળગતી કચેરીઓને અસંખ્ય વખત લેખિત મૌખિક ફરીયાદો કરી હોવાનું જણાવેલ. જેથી ખીરસરા રોડથી દેરડી રોડને જોડતો નદીની વચ્ચે રસ્તો બનાવી ચાલતી ખનીજ ચોરીમાં પ્રશાસન આ રસ્તો તોડી પાડીને નદીમાં પડેલ રેતીનો સટો કબ્જે કરીને ખનીજ માફિયાઓ પર ગુન્હો ન નોંધે તો જ આમાં તેઓની મિલીભગત નથી તેમ માની શકાય તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.