આર્થિક સ્વતંત્ર બનવા માટે ચાર મહત્વપૂર્ણ પગલાઓ લેવા ખૂબ જરૂરી અને અનિવાર્ય
લોકો માટે તેની દર આયુએ આર્થિક સ્વતંત્રતા જુદી-જુદી હોય છે.
શું તમે આર્થિક સ્વતંત્ર છો ? શું તમે ખરેખર સ્વતંત્ર બનવા માંગો છો ? ચાર મહત્વપૂર્ણ મુદ્દા જાણવા ખૂબ જ જરૂરી છે. લોકો કહેતા હોય છે કે તેઓને આર્થિક સ્વતંત્ર આવું છે અને તેના માટે તેઓ કમાવવા માટે સતત દોડતા પણ હોય છે પરંતુ કેવી રીતે દોડવું અને કેવી રીતે કરવું તે પણ એટલું જ જરૂરી છે.
હાલના તબક્કે લોકો સૌથી વધુ બચત કરી રૂપિયા કમાવવા નો વિચાર કરતા હોય છે પરંતુ સામે પ્રશ્ન પણ ઉભો થાય છે કે બચત કેવી રીતે કરવી ? અમે બચત કરતા ની સાથે ઉંમર પણ પસાર થતી હોય છે તો જે સમયે તેનો ખરો ઉપયોગ કરવામાં આવવો જોઇએ તે સમયે લોકોની ઉંમર નીકળી જતી હોય છે અને તેઓ તેનો લાભ પણ લઈ શકતા નથી ત્યારે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય કે આર્થિક સ્વતંત્રતા કોને કહી શકાય ?
લોકો માટે તેની અંદર આયુએ આર્થિક સ્વતંત્રતા અલગ અલગ હોય છે. ત્યારે જો સમજ્યા વગર આર્થિક અડચણ નો સામનો કરવો પડતો હોય તો તેને સ્વતંત્રતા નહીં પરંતુ ગુલામી કહી શકાય. અને હાલના તબક્કે મહત્તમ લોકો ગુલામી પ્રથા મા જીવી રહ્યા છે જેઓને ખરા અર્થમાં એ વાતનો ખ્યાલ પણ નથી કે પોતાની પાસે જે વસ્તુ પડેલી છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો આ તમામ પરિબળો ઉપર લોકો ધ્યાન કેન્દ્રિત કરે અને તે દિશામાં કામ કરવાનું શરૂ કરે તો તેઓ ખરા અર્થમાં આર્થિક રીતે સ્વતંત્ર બની શકે છે.
શું ખરા અર્થમાં લોકો આર્થિક રીતે સ્વતંત્ર છે કે કેમ તે અંગે એક સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં 9.2 ટકા લોકોએ એવું કહ્યું કે તેઓ દેવા મુક્ત છે એટલે તેઓ આર્થિક સ્વતંત્ર છે. જ્યારે 7.5 ટકા એવા લોકો છે કે તેઓએ કહ્યું કે તેમની પાસે પુષ્કળ સંપત્તિ છે ખર્ચ કરવા માટે જે તેમના માટે આર્થિક સ્વતંત્રતા છે. સામે 4.1 ટકા લોકો એવા છે કે તેમને નથી ખબર કે તેઓ આર્થિક સ્વતંત્ર છે કવ કેમ?. એવીજ રીતે 56.7 ટકા લોકો માને છે કે આર્થિક સ્વતંત્ર છે અને તેમની પાસે કેટલી સંપત્તિ છે કે તેઓ કામ ન કરે તો પણ તેમનું ગુજરાન ચાલી શકે છે દૂધમાં 22.5 ટકા એવા લોકો છે કે જેઓ કોઈ ઉપર નિર્ભર નથી પરિણામે તેઓ આર્થિક સ્વતંત્ર છે. અંગેનો અભ્યાસ 1004 લોકો ઉપર કરવામાં આવેલો હતો
આર્થિક સ્વતંત્ર બનવા માટે ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ
- દેશના દરેક લોકો કહેતા હોય છે કે તેઓ આર્થિક રીતે સ્વતંત્ર થવા માંગે છે પરંતુ યોગ્ય રીતે તેની અમલવારી અથવા તો તેની પૂરતી સમજણ ના કારણે તેઓ ગુલામી પ્રથા જીવતા હોય છે ત્યારે જો લોકો આ ચાર મહત્વપૂર્ણ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તો તેઓ ખરા અર્થમાં આર્થિક સ્વતંત્ર બની શકે છે અને ગુલામીમાંથી પણ મુક્ત થઈ શકે છે.
- લોકોએ આર્થિક સ્વતંત્ર હોય તો પોતાની નાની ઉંમરથી જ યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જોઈએ જો તે કરી શકવામાં તેઓ સફળ થાય તો તેઓ ખરા અર્થમાં આર્થિક સ્વતંત્ર બની શકે છે પરંતુ હાલના તબક્કે લોકોને આ અંગે કોઈપણ પ્રકારનું જ્ઞાન ન હોવાના કારણે પોતાની લાંબી ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરતા હોય છે.
- તેઓ મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે લોકોએ બચત પણ કરવી જોઈએ પરંતુ આ મુદ્દાને ક્યાંકને ક્યાંક લોકો ખૂબ બધી રીતે લેતા હોય છે જેમાં લોકોનું માનવું હોય છે કે બચત એટલે સંપૂર્ણ બચત કરવી પરંતુ સાચી બચત નો મતલબ એ છે કે જે સમયે જરૂરિયાત ઊભી થાય તે સમયે વગર વિચાર્યે ખર્ચ કરવો જોઈએ અને આંસુ વૃત્તિને ટાળવી જોઈએ હાલના તબક્કે લોકો લાલચુ અને કંજૂસ વૃત્તિથી પીડાતા હોય છે જે ખરા અર્થમાં બચત નથી
- ત્રીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે લોકો ફુગાવાને ધ્યાને લઇ પોતાના ખર્ચ પર અંકુશ મૂકતા હોય છે પરંતુ સાચી વાસ્તવિકતા અને સાચી પરિસ્થિતિ એ છે કે યોગ્ય કેલ્ક્યુલેશન ના આધારે લોકોએ તેના ખર્ચ ઉપર નિયંત્રણ મુકવું જોઈએ સામે ફુગાવો હોય કે મંદી જો યોગ્ય રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવેલું હોય તો પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
- ચોથો અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો અને પગલું એ છે કે લોકો સમજ્યા વગર રોકાણ કરી દેતા હોય છે ત્યારે જો લોકો સમજી વિચારી અને યોગ્ય જગ્યા ઉપર પોતાના નાણાંનું રોકાણ કરે તો તેઓને ખૂબ સારું વળતર મળી શકે છે પરંતુ લોકોને અજ્ઞાનતાના અભાવે જે રીતે અને જે જગ્યાએ રોકાણ કરવું જોઇએ તે કરી શકતા નથી અને તેઓ આર્થિક રીતે સ્વતંત્ર થઈ શકતા નથી.