અબતક,રાજકોટ
રાજકોટ ડી.એલ. એસ.એસ.ની ભાઈઓ – બહેનોની જૂડો ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધા રમવા માટે વાપી ગયા બાદ પરત ફ્રરતા બંધ ટ્રક પાછળ વિદ્યાર્થી ખેલાડીઓને લઇ જતી તુફાન ઘૂસી જતા ઘટનાસ્થળ પર જ 2 વિદ્યાર્થી સહીત 3 ના મોત નીપજ્યા હતા. જે બાદ સારવારમાં વધુ બે આશાસ્પદ વિદ્યાર્થી ખેલાડીએ દમ તોડી દેતા અરેરાટી વ્યાપી છે અને મૃત્યુઆંક 5 એ પહોચી ગયો હતો.
શહેરની ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કૂલના 4 વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થિની 27 અને 28મીના વાપીમાં રાજ્યકક્ષાની જૂડો ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયા હતા. જોકે ત્યાંથી પરત ફતા તુફનનો ગંભીર અકસ્માત સર્જાતા 3 ના મોત અને 11 ને ઈજા થઇ હતી. જે બાદ અમદાવાદ સિવીલમાં સારવાર લઇ રહેલા અંકિત પાલનું મૃત્યુ નીપજ્યું છે. જે રાજકોટની સરદાર પટેલ વિદ્યાલયમાં ધો.12 માં અભ્યાસ કરતો હતો. જયારે ન્યૂ ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધનવાન મનીષકુમાર પાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાથી તેને પણ સારવાર દરમિયાન ગુરુવારે દમ તોડી દીધો હતો. જે સાવરકુંડલાનો 19 વર્ષનો આશાસ્પદ યુવાન હતો. ધનવાન જિંદગીની ટુર્નામેન્ટ હારી જતા રઘુવંશી સમાજ અને પરિવાર – સ્નેહીઓમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.બસને બદલે તુફન લઇ જવાનો નિર્ણય કરનારા સામે કોઈ પગલા નહિ- સ્પોર્ટસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જતા વિદ્યાર્થી ખેલાડીઓ માટે સરકાર બસનું ભાડું આપે છે તેમ છતાં બુધવારે વહેલી સવારે જૂડોના ખેલાડીઓને તુફનમાં લઇ જવામાં આવ્યા અને અત્યારસુધીમાં 4 વિદ્યાર્થી સહીત 5 મોતને ભેટયા છતાં આ નિર્ણય કરનારા જવાબદાર રમત ગમત અધિકારી સહીત કોઈ સામે પગલા લેવાયા નથી.