Abtak Media Google News

 

અબતક,ઋષી મહેતા, મોરબી

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મોરબીમાં કોરોનાના કેસ વધતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાબદુ બન્યું છે. થર્ડ વેવના આગોતરા આયોજન સંદર્ભે મોરબી સિવિલ હોસ્પિટલમાં 3400 બેડની વ્યવસ્થા કરાઈ છે. જેમાં 100 વેન્ટિલેટર બેડ, 150 આઈસીયું બેડ, 2400 ઓક્સીઝન બેડ તથા 750 સાદા બેડની વ્યવસ્થા છે.

વધુમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆર લેબ છે ઉપરાંત વાંકાનેરમાં પણ લેબ શરૂ કરવા કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તથા મોરબી જિલ્લાની 7 હોસ્પિટલોમાં ઓક્સીઝન પ્લાન્ટ જનરેટ કરાયા છે જેમાં 5 પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે જયારે બે પ્લાન્ટની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.જો આગામી સમયમાં પોઝીટીવ કેસમાં વધારો થશે તો કોરોના કાળમાં કારગત નિવડતા 45 જેટલા ધન્વંતરી રથ દોડાવવા અંગે પણ આયોજન છે. તથા કોરોનાની ઝપટે ચડેલા લોકોને ઘર આંગણે સારવાર આપતા 15 સંજીવની રથ પણ દોડાવવામાં આવશે.એટલું જ નહીં કોરોનાના સેક્ધડ વેવની માફક મોરબી જિલ્લાના 360 જેટલા ગામોમાં 3900 બેડની પણ વ્યવસ્થા કરાશે. કોરોના પ્રતિરોધક વેકસીન મેળવેલ દર્દીના મોત અને ઓક્સીઝન ઘટનો ખતરો ટળતો હોવાથી કોરોના કહેર અને ઓમીક્રોનની સંભવિત લહેર સામે તમામ મોરબી શહેર- જિલ્લાવાસીઓએ વેકસીન મેળવી લેવા અનુરોધ કરાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.