Abtak Media Google News

 

હળવદ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા આરોગ્ય તંત્ર સજ્જ: વોર્ડ સહિત ઓક્સિજન, કોન્ટ્રેસ મશીન સહિતની વ્યવસ્થા કરાઇ

 

અબતક, ઋષિ મહેતા

મોરબી

સમગ્ર રાજ્યમાં કોરોના ફેલાઈ રહ્યો છે ત્રીજી લહેરના એધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દરેક રાજ્યોના આરોગ્ય તંત્રને સજ્જ રહેવા સૂચના આપી હોય ત્યારે હળવદ ખાતે પણ કોવિડ વોર્ડ તેમજ ઑક્સીજનની સંપૂર્ણ સુવિધા સાથે રેફરલ હોસ્પિટલ ખાતે તૈયારીઓ કરી દેવામાં આવી છે. હાલ હળવદમાં એક પણ કેશ જોવા મળ્યો નથી પણ આગામી સમયમાં જો કોરોના તેમજ ઓમિક્રોનના કેશો જોવા મળે તો સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે સંપુર્ણ તૈયારીઓ છે. તેવી માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભાવિન ભટ્ટી દ્વારા અપાઈ હતી.

સમગ્ર દેશ સહિત વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે પ્રથમ અને બીજી લહેર બાદ હવે કોરોનાની ત્રીજી લહેર સાથે નવા વેરિએન્ટ ઓમીક્રોન માનવ જીવન માટે એક પડકાર રૂપ સાબિત થઈ રહ્યું છે તેવામાં દિવસે દિવસે વધતાં કોરોના સંક્રમણના કેશને ધ્યાનમાં રાખી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દરેક આરોગ્ય તંત્રને સજ્જ કરી દીધા છે ત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે બીજી લહેરમાં વધેલા કેશોને ધ્યાનમાં રાખી ત્રીજી લહેરની તૈયારીના ભાગ રૂપે 40 ઑક્સીજન સીલીન્ડર, 1 ઓક્સિજન પ્લાન્ટ, 17 ઓક્સિજન, ક્ધસેનટે 22, રોજના 200 થી વધારે ટેસ્ટિંગ કરવામાં આવશે. 50 બેડની નવી કોવિડ હોસ્પિટલ બધા બેડ સેન્ટ્રલ ઓક્સિજન વાળા વોર્ડ તથા હળવદ જુના સરકારી હોસ્પિટલ ખાતે 20 બેડ તેમાથી 16 બેડ ઓક્સિજન વાળા, જરૂર પડે તો હજુ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. 8 તબીબો, 12 સુપર વાઈઝર, 43 ફીમેલ હેલ્થ વર્કર, 46 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 163 આશા વર્કર સહિતનો સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, તમામ ટીમોને સજ્જ કરી દેવાયા છે.

આગામી સમયમાં હળવદ પંથકમાં પણ જો કોરોનાના કેશો વધે તો દર્દીઓને બેડની સુવિધા સહિત તમામ સુવિધા હળવદ ખાતે મળી રહે તે માટેની ખાસ તકેદારી રખાઇ રહી છે. વેકસીન પુરતાં પ્રમાણમાં છે. તા.10/1/2022 થી હેલ્થ કેર વર્કરો, ફ્રન્ટ લાઈન વર્કર, અને 60+ કોમોડિટીવાળા લોકોને વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે. હળવદ પંથકના લોકોને આરોગ્ય સેવા સારી રીતે મળી રહે તે માટે તંત્ર સજ્જ બન્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.