Abtak Media Google News

ઉનાના ખેડૂતની કોઠાસૂઝ રંગ લાવી

     ખેડૂતને આત્મનિર્ભર બનવા તરફ નવી રાહ દર્શાવી

 

અબતક-ઉના

ખેડૂતોને આત્મનિર્ભર બનવા તરફ રાહ દર્શાવતો એક કિસ્સો ઉનામાં સામે આવ્યો છે. જેમાં ખેડૂતે પોતાના કોઠાસૂઝ રંગથી એપલ બોરની ખેતી કરીને લાખો રૂપિયા લણ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ફળની બજારોમાં અનેક પ્રકારના બોર મળે છે. પરંતુ એપલ બોરની માંગ વધુ છે. ત્યારે ઉનાના ગાંગડા ગામના પ્રગતિ શિલ ખેડૂત ભીખુભાઈ ખસિયાએ કાશ્મીરી રેડ એપલ બોરની સફળ ખેતી કરી ઉના અને ગિર સોમનાથ જિલ્લામાં બાગાયતી પાકમાં નવી જાતનો ઉમેરો કર્યો છે. ભીખુભાઇએ માત્ર 8 ધોરણ પાસ કરી કરિયાણાની નાની એવી દુકાનમાં કામ કરી પિતાની સાથે ખેતીનો વ્યવસાય અપનાવ્યો છે.

ગત વર્ષ લોકડાઉનનાં નવરાશના સમયનો સદુપયોગ કરી અને પાંચ વીઘા જમીનમાં 800 જેટલા બોરના પ્લાન્ટ ઉગાવી 14 લાખથી વધુની આવક મેળવી આત્મનિર્ભર બન્યા છે. ગાંગડા ગામના એક યુવા પ્રગતિશીલ ખેડૂત ભીખુભાઈ ખસિયાએ તેમના ભાઈ ગંભીર ભાઈ ખસિયા સાથે મળી લોક ડાઉનનાં સમયમાં કાશ્મીરી રેડ એપલ બોરની સફળ ખેતી કરી ગિર સોમનાથ જિલ્લામાં બાગાયતી ખેતીમાં અભિનવ પ્રયોગની નવી કેડી કંડારી હતી કોઈ પણ જાતના ખાતર કે બિયારણ વગર સંપૂર્ણ ઓર્ગેનિક અને ગાય આધારિત એપલ બોરની ખેતીમાં તેમણે છાણીયું ખાતર અને ગૌમુત્ર નાં ઉપયોગ થકી આ વર્ષે લાખોનું ઉત્પાદન મેળવ્યું હતું તેમણે કોલકતા થી રેડ એપલ બોરના પ્લાન્ટ મંગાવી પોતાની જમીન મા તેનું ઉત્પાદન કર્યું છે. હાલમાં તેમણે પ્રયોગાત્મક ધોરણે 800 જેટલા એપલ બોરના પ્લાન્ટ નુ સફળ વાવેતર કરી ગત વર્ષ કરતા વધુ ની કમાણીનું ઉત્પાદન મેળવ્યું હતું ખાવામાં સફરજન જેવા મીઠા અને દેખાવે નાના લાગતા આ બોર બજારમાં 50 થી 70 રૂપિયે કિલોના ભાવે વેચાય છે.

 

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.