Abtak Media Google News

છેલ્લા 3 દાયકાથી દલિતો હરહંમેશ બસપાને સપોર્ટ કરતું આવ્યું છે

આગામી ફેબ્રુઆરી થી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે યુપીમાં પણ ચૂંટણીઓ યોજાશે પરંતુ આ વખતે સૌથી મોટો પ્રશ્ન એ છે કે દલિત મતો કયા પક્ષને ફાયદો કરાવશે. યુપીમાં હાલ યોગી સરકાર છે અને એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે કે આ વર્ષની ચુંટણી માં ભાજપ ને યુપીમાં ફાયદો પહોંચી શકે છે પરંતુ સપા અને ભાજપ હાલ ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તો સામે બસપા દ્વારા જે ગ્રાઉન્ડ લેવલ પ્રવૃત્તિઓ થવી જોઈએ તે થઈ શકી નથી અને માયાવતી પણ હાલ લોકો સમક્ષ આવ્યા નથી.

આ તમામ સ્થિતિને ધ્યાને લઇ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આ વિધાનસભા ચૂંટણીમાં દલિત હતો કયા તરફ જશે અને કયા પક્ષને ફાયદો કરાવશે ? ઉત્તર પ્રદેશના કુલ મતદારોની સરખામણીમાં ૨૧ ટકા દલિતો મતદાર છે અને છેલ્લા ત્રણ દાયકા એટલે કે ૩૦ વર્ષથી યુપીમાં દલિતો બહુજન સમાજ પાર્ટી ને હર હંમેશ સાથ અને સહકાર આપ્યો છે ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં કદાચ પાનો વોટશેર ભાજપને મળે અથવા તો આમ આદમીને મળે તો નવાઈ નહીં. તજજ્ઞોનું માનવું છે કે માયાવતી સરકારે દલિતો ઉપર વધુ ધ્યાન દેવું જોઈએ જો આ કરવામાં સમાજ પાર્ટી સફળ થશે તો તેના ફાયદા તેઓને સારી રીતે ચૂંટણીમાં મળી શકશે.

સામે ઉત્તર પ્રદેશ ભાજપના એસી-એસટી મોરચાના રામચંદ્રએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભાજપ સરકારનો વિચારે છે કે સબકા સાથ અને સબકા વિકાસ જેથી ભાજપ એ વાત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે કોઈ પૂછતી જ્ઞાતિ અને દલિત વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રહેવો જોઈએ જેને ધ્યાને લઇ સરકાર હાલ આ તમામ મુદ્દાઓ ઉપર કામ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.