Abtak Media Google News

જૂનાગઢ, માંગરોળ અને કેશોદની પરિણીતા પર પાડોશી શખ્સોએ આચર્યુ દુષ્કર્મ

અબતક,રાજકોટ

Advertisement

જસદણની ગેબનશાહ સોસાયટીની તરૂણીને વિધર્મીએ ધાક ધમકી દઇ બે સતાનના પિતાએ છ માસ સુધી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની અને મહુવા ખાતેના ડુંગળીના કારખાનામાં કામ કરતી સગીરાને તેની સાથે કામ કરતા વિધર્મીએ પ્રેમ ઝાળમાં ફસાવી કારખાનામાં જ ત્રણ વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. જ્યારે જૂનાગઢ, માંગરોળના શીલ અને કેશોદની પરિણીતા પર બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણના ગેબનસાહ સોસાયટીમાં રહેતી 16 વર્ષની તરૂણી ટ્યુશન કલાસમાં જતી ત્યારે ત્યાં રહેતા બે સંતાનના પિતા જૂનેદ ઇકબાલ ચૌહાણ નામના શખ્સે જસદણના ગુજરાત ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ધાક ધમકી દઇ છેલ્લા છ માસથી અવાર નવાર બળાત્કાર ગુજાર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

છેલ્લા છ માસથી જાતિય શોષણ અને સતામણીનો ભોગ બનેલી તરૂણીએ પોતાના પરિવારને જૂનેદ ઇકબાલ ચૌહાણ ધાક ધમકી દઇ બળાત્કાર ગુજારર્યાની વાત કરતા પરિવારે હવસખોર બે સંતાનના પિતા જુનેદ ઇકબાલ ચૌહાણ સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

જયારે મહુવાના ભાદ્રોડ રોડ પર આવેલા વાઘનગરની સગીરાને મહુવાના નિલકંઠ ઓઇલ મીલ પાસે રહેતા નવાબ હુસેન સિંકદર પઠાણ નામના શખ્સે પ્રેમ ઝાળમાં ફસાવી ત્રણ વખત બળાત્કાર ગુજારી અપહરણ કરી અમદાવાદના સરખેજ ખાતે લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સગીરા મહુવાના ભાદ્રોડ ગામે રીલેબ્લસ નામના ડુંગળીના કારખાનામાં કામે જતી હતી ત્યારે તેની સાથે ડુંગળીના કારખાનામાં કામ કરતા નવાબ હુસેન પઠાણે પ્રેમ ઝાળમાં ફસાવી મોબાઇલ આપી લગ્નની લાલચ દઇ ડુંગળીના કારખાને કોલ સ્ટોરેજ પાછળ લઇ જઇ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યા બાદ બાઇક પર અપહરણ કરી પાલિતાણા અને ત્યાંથી અમદાવાદ સરખેજ ખાતે લઇ ગયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એસ.એચ.મકવાણા સહિતના સ્ટાફે નવાબ પઠાણ સામે બળાત્કારનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

જૂનાગઢ મધુરમ વિસ્તારમાં રહેતી ત્રણ સંતાનની માતાને જૂનાગઢના સુદામા પાર્કમાં રહેતા વિવેક જીતેન્દ્ર જોષીએ મૈત્રી કરાર કરી અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની અને માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રથમ પતિના અવસાન બાદ સાદુમા પાર્કમાં રહેતા પરિણીત વિવેક જીતેન્દ્ર જોષીના પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

છેલ્લા સાતેક વર્ષથી બંને પતિ-પત્નીની જેમ રહ્યા બાદ બે વર્ષ પહેલાં બંનેને મૈત્રી કરાર કર્યા હતા. ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા વિવેક જોષી અવાર નવાર માર મારતો હોવાથી બંનેએ મૈત્રી કરાર સાતેક માસ પહેલાં ફોક કર્યા બાદ પણ વિવેક જોષી અવાર નવાર ઘેર આવી માર મારતો હોવાથી પોલીસમાં બળાત્કાર અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

માંગરોળના ઘોડાદરની પ્રાથમિક શાળા પાસે રહેતી ત્રણ સંતાનની માતા ફોરેસ્ટની વીડીમાં ઘાસ લેવા ગઇ હતી ત્યારે તેની સામે જ રહેતા રામદેવ રાજાભાઇ બારૈયા નામનો શખ્સ બાઇક લઇને તેની પાછળ જઇ મોઢે મુંગો દઇ ધમકી દઇ બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. રામદેવ બારૈયા પરિણીત હોવાનું અને ખેતી કામ કરે છે.

કેશોદની આલાપ સોસાયટીમાં રહેતી એક સંતાનની માતાને કેશોદ બસ સ્ટેશન પાછળ અમૃતનગર વ્રજ એવન્યુ બ્લોક નંબર 604માં રહેતા વિલુપ મનસુખભાઇ હીંગરાજીયા નામના શખ્સે લગ્નની લાલચ દઇ કેશોદ, સાસણના માતૃ ફાર્મ હાઉસ, ગડુની મુરલીધર હોટલમાં અને તાલાલાની રાજધાની હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

પેન્ટરનો વ્યવસાય કરતા પરિણીત વિપુલ હીંગરાજીયાના પરિચયમાં આવ્યા બાદ લગ્નની લાલચ દઇ બળાત્કાર ગુજાર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.