Abtak Media Google News

લાયક વિદ્યાર્થીઓને સિટો આપતા નથી હોદાનો દુરઉપયોગ કરી સિટોને વહેંચી કાઢે છે

મેડિકલ શિક્ષણમાં છાબરડા વધી રહ્યા છે. મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ હોય છે માટે લોકો જાતજાતના પૈતરા અપનાવતા હોય છે ત્યારે ડોનેશન દેનારને એડમિશન મળે છે તો ગરીબોને ચાન્સ આપવામાં આવતો નથી. દેશના લોકોને ન્યાય દેનાર જયારે હોદાનો દુરઉપયોગ કરે છે ત્યારે શર્મજનક પરિસ્થિતિ સર્જાય છે. રિટાયર્ડ ન્યાયાધીશ, એચ.સી. તેમજ આઈએએસ અધિકારીઓની એમ.બી.બી.એસ.ની એડમિશન પ્રક્રિયામાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. હેલ્થ મિનિસ્ટર બી.આર.બાબુ તેમજ નરેન્દ્ર કુમાર સામે એફઆઈઆર નોંધાવી છે. જે એમબીબીએસ એડમિશન પ્રક્રિયાનું સંચાલન કરે છે. તેની સામે ગુનો છે કે લાયક વિદ્યાર્થીઓને એડમિશન આપતા નથી. તેના બદલામાં સિટો વહેંચી દે છે. એચ.સી.એ કોઈપણ કોલેજના એમબીબીએસના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવો પડે છે.

ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ આ મુદ્દે તપાસનો આદેશ આપ્યો છે. વિદ્યાર્થીઓને કયાં પરિક્ષણમાંથી પસાર થવું પડે છે ? આ જજો સામે સ્ટ્રકચરલ સ્ટ્રીન્જેન્ટ એકશન લેવામાં આવશે. તેમને કસુરવારથયે સજા આપવામાં આવશે.

જયારે આ ભ્રષ્ટાચાર સામે સીબીઆઈએ ઓરીસાના એચ.સી જજ, ઈશરત મશ‚ર ખુદુસી સાથે અન્ય પાંચને મેડિકલ કોલેજોમાં એડમિશનના મુદ્દે સજા ફટકારી ત્યારે બુધવારના રોજ સ્ટાર્કલી મેડિકલ કોલેજના પણ કૌભાંડ ખુલ્યા હતા.ખુદુસીને સીબીઆઈએ આ ભ્રષ્ટાચારમાં સહકાર આપી માર્ગદર્શન આપવાના ગુનામાં સજા આપી છે. આવા લોકોને લીધે લાયક વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.