Abtak Media Google News

મનોવિજ્ઞાન ભવનમાં સ્ત્રીઆર્થ પર પ્રખ્યાત એડવોકેટ પ્રતિભા ઠક્કરનું વ્યાખ્યાન યોજાયુ

અબતક-રાજકોટ

મનોવિજ્ઞાન ભવનમાં સ્ત્રીઆર્થ પર પ્રખ્યાત એડવોકેટ પ્રતિભાબેન ઠક્કરનું વ્યાખ્યાન યોજાયું હતું. આ વ્યાખ્યાનમા મનોવિજ્ઞાન ભવન અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ અને ભવનના અધ્યાપકો, અન્ય કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આંસુ કુદરતી છે, રડવુ તો આવે તે સ્વભાવિક છે એમાં કોઇ સ્ત્રી કે પુરૂષ બની જતુ નથી

આ વ્યાખ્યાનમા પ્રતિભાબેન ઠક્કરે જણાવ્યું કે વ્યક્તિને જાણવા માટે તેના ઇતિહાસ ને ખોલવો પડે, સ્ત્રીને સમજ્યા વગર સ્ત્રીઆર્થને સમજી શકાય નહિ. તેમને જણાવ્યું કે કોઈપણ કામમાં લોકો સાથે જોડાઈ જાવ તો જ કામમાં સફળતા મળે અને વ્યવહારિક ભાષામા કામ થાયતો જ તે સફળ કાર્ય સિદ્ધ થાય કારણ કે જે ભાષા તમને આવડતી નથી તેનું કામ તમે કઇ રીતે કરી શકશો. કોઈના હૃદય સુધી પહોંચવા માટે માતૃભાષામાં વાત કરો, માતૃભાષાની અવગણના ન કરો. પણ આપણે જોઈએ છીએ કે આજે ભાષા એ વર્ગવાદ ઉભો કરી દીધો છે.

આજના યુવાનો પોલિટિક્સમાં ભાગ લેવાનું ના પાડે છે પરંતુ રાજકારણની સમજ ના વિકસાવીએ તોય તેની અસર આપણા પર થાય જ છે. મારો દ્રષ્ટિકોણ છે કે રાજકારણ ને સમજવું જોઈએ, આપણા જીવનને અસર કરે છે એ વિષય વિશે વિચારવું જોઈએ. આજે આપણે જોઈએ છીએ કે મોબાઈલ દ્વારા આપણી મુઠ્ઠીમાં વિશ્વ છે પણ અશાંતિ પણ વધારે છે. સ્ત્રી વગરની દુનિયા કલ્પિ શકાય નહિ. સ્ત્રીનું કામ કંપલસરી વિષય જેવું છે. સ્ત્રી પ્રત્યેની નકારાત્મક વિચારણા એ અનેક ઘરોને બરબાદ કર્યા છે. નારીવાદી છીએ પણ  પુરૂષને ધિકારતા નથી.

સ્ત્રીને ઘરમાં પ્રેમ અને સન્માન મળે તો હાઉસ વાઈફ તરીકે રહેવું ખરાબ નથી. આપણે આપણા વિચારોને હકારાત્મક રાખવા જોઈએ કારણ કે માણસના સંસર્ગની અસર અન્યને થાય છે. તેમણે જણાવ્યું કે આંસુ કુદરતી છે, રડવું તો આવે એ સ્વાભાવિક બાબત છે એમાં કોઈ સ્ત્રી કે પુરૂષ બની જતું નથી.

ત્યારબાદ તેમને ઘણા ઉદાહરણો સામાજિક સમરસતાની  વાત કરી, દ્રૌપદીના ચીરહરણની વાત કરી.

તેમને પોતાની આગવી શૈલીમાં જણાવ્યું કે નાનપણથી જ છોકરીને ટોકવામાં આવે છે. સામાજિક ભેદભાવ રાખવામાં આવે છે આવા સામાજિક ભેદભાવ આપણે કાઢવા પડશે. તેમને જણાવ્યું કે  તમે જે માનો છો તે બેબાક કહેવું જોઈએ, લોકો માનસે. તમારા શબ્દોમાં મકકમાતા હોઈ તો તમારો શબ્દ સમાજ મા ઝીલાય જ. સામજીક સબંધો બગાડયા વગર મક્કામતાથી જીવવું જોઈએ. ફેમિનિજમ કહે છે કે તમે તમારું ગૌરવ જાળવો. તમારા ગૌરવ પ્રત્યે કાયદા વ્યવસ્થાઓ વધારે કડક થઈ છે. તેથી ખોટું સહન કરવું એ સત્યથી દૂર થવા જેવું છે.

“સામાજિક શરમનું ઉચ્ચકોટીનું ઉદાહરણ વૃદ્ધાશ્રમ છે”

આ વ્યાખ્યાન પછી વિદ્યાર્થીઓએ ઘણા પ્રશ્નો કર્યા હતા અને તેમના ઉત્તરો ખૂબ સરળ ભાષામાં પ્રતિભાબેન દ્વારા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની આભારવિધિ ડો.ધારા દોશી દ્વારા કરવામાં આવી અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ડિમ્પલ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.