Abtak Media Google News

અનામત આંદોલનનો અંત આણવા મંગળવારે સરકાર અને પાટીદાર અગ્રણી વચ્ચે બેઠક

વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ સરકાર દ્વારા પડકારજનક બની રહેલા પાટીદાર અનામત આંદોલનનો અંત લાવવા મરણિયા પ્રયાસ ઇ રહ્યા છે. તેના ભાગરૂપે ૨૬ સપ્ટેમ્બરે પાટીદાર આંદોલન મુદ્દે પાટીદાર સમાજની છ જેટલી સંસઓના પ્રતિનિધિઓ અને આંદોલનના ક્ધવીનરો સો સરકારની બેઠક યોજાશે. બેઠકમાં પાટીદાર સમાજ દ્વારા જે માગણીઓ મૂકવામાં આવેલી છે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, પાટીદાર સમાજના સામાજિક-ધાર્મિક અને સેવાકીય સંસના અગ્રણીઓ દ્વારા પાટીદાર આંદોલન અંગે યોગ્ય નિરાકરણ લાવવા રાજ્ય સરકારને રૂબરૂ મળીને રજૂઆત કરાઇ હતી અને સરકાર સમાજના અગ્રણીઓ સો વાટાઘાટ કરે તેવી માગણી કરાઇ હતી. તે અંગે આગામી મંગળવારે સમાજના અગ્રણીઓ અને આંદોલન ચલાવતા સંગઠનોના નેતાઓ સહિત કુલ સોી વધુ પ્રતિનિધિઓ સો સરકારે ચર્ચા કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી તા અન્ય સિનિયર અગ્રણીઓ-કેટલાક મંત્રી પણ ઉપસ્તિ રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેઠકમાં પાટીદાર સમાજની છ જેટલી સંસઓ ઉમિયા માતા ટ્રસ્ટ-ઊંઝા, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, રાજકોટ ઉમિયા માતા મંદિર, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત, શ્રી સરદાર ધામ-અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ અને આંદોલનકારી સંસના હોદ્દેદારોને આમંત્રણ આપવામાં આવશે. બેઠકમાં સમાજ દ્વારા જે માગણીઓના મુદ્દા રજૂ કરાયા છે તે અંગે પણ વિચારણા કરવામાં આવશે.

પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉમિયા ધામ-સોલા ખાતે તાજેતરમાં બેઠક યોજાઇ હતી. તેમાં પાસ અને એસપીજીના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યા હતા. તે વખતે પણ પાસનું એક જૂ અને એસપીજીના અગ્રણીઓ દ્વારા બેઠકમાં ભાગ લેવા માટે તૈયારી દર્શાવાઇ હતી. તે જોતા પાટીદાર સામાજિક અગ્રણીઓ જ પાસ અને એસપીજીના પ્રતિનિધિઓને બેઠકમાં ભાગ લેવા માટે લઇ આવશે અને તેમને સીધું આમંત્રણ નહીં અપાય તેવી સરકારને અપેક્ષા છે.

પાસના ક્ધવીનર હાર્દિક પટેલે સરકારની આ જાહેરાત બાદ પ્રતિભાવ આપતા કહ્યું છે કે, સરકાર તરફી હજુ સુધી અમને કોઇ આમંત્રણ મળ્યું ની. હાર્દિકે જણાવ્યું છે કે, સરકારની તાનાશાહી બહુ ઇ છે. અમારી પર ૧૪૪ની કલમ લગાવનારા હવે તમારી ખેર ની. ગુજરાતના તમામ ગામમાં ભાજપ વિરુદ્ધ કલમ ૧૪૪ લગાવી ભાજપના કોઇપણ કાર્યકર્તાએ પ્રવેશવું નહીં તેવા બોર્ડ લગાવી ગામડામાં જનતા પાવર બતાવવા પણ કહ્યું હતું. તે સો પાટીદાર સાયબર આર્મી દ્વારા વિકાસ ગાંડો ઇ ગયો તે નામના સ્લોગન પછી વધુ એક સ્લોગન મારા હાળા છેતરી ગયા શરૂ કરાયું હોવાનું કહ્યું હતું. ભાજપ દ્વારા સેંકડો ભ્રામક વાયદા કરાયા હોવાનો આક્ષેપ કરતા પાટીદારોને સોશિયલ મીડિયામાં આ મુદ્દા વાઇરલ કરવા પણ અપીલ કરી હતી. તાજેતરમાં કોંગ્રેસની તરફેણ કરી ચૂકેલા હાર્દિકે આમંત્રણ મળે તો બેઠકમાં ભાગ લેશે કે નહીં તેની કોઇ સ્પષ્ટતા કરી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.