Abtak Media Google News

ડિજિટલ માધ્યમથી સરકાર પોતાની ઉપલબ્ધીઓ યુવાધન સુધી પહોંચાડશે‘જન સંપર્ક યોજના’ના માધ્યમથી મુખ્યમંત્રી રૂપાણી યુવાનોને સરકારની કામગીરીથી માહિતગાર કરશે: વીજ કટોકટી અંગે વડાપ્રધાનને રૂપાણીએ પત્ર લખ્યો

વિધાનસભા ચુંટણીમાં ૧૫૦ પ્લસનો ટાર્ગેટ પુરો કરવા માટે ‚પાણી સરકાર યુવાવર્ગને રીઝવવા માટે તૈયાર થઈ છે. આગામી ચુંટણી યુવામતદારોના સહારે જીતવા માટે તખ્તો તૈયાર કરી રહી છે.

આ તૈયારીના ભાગ‚પે ‚પાણી સરકારે ધો.૧૨ પાસ ૩.૭૫ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનો નિર્ધાર કર્યો છે. યુવાનો સાથે સંપર્કમાં રહેવા માટે મુખ્યમંત્રી ‚પાણી જન સંપર્ક પ્રોગ્રામ હેઠળ વાર્તાલાપ ગોઠવ્યો હતો અને મોદી સરકારની યોજનાઓના અમલી કરવા માટે ગુજરાત પ્રથમ ક્રમાંકનું રાજય હોવાની વિગતો આપી હતી.

વિધાનસભામાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે તડામાર તૈયારીઓ શ‚ કરી છે. રાજયની ભાજપ સરકારે યુવાધનને ચુંટણી જીતવા માટે ધ્યાનમાં લીધું છે. રાજયમાં યુવા મતદારોની સંખ્યા બહોળા પ્રમાણમાં ઉપરાંત યુવાનોમાં મોદી હોટફેવરીટ હોવાથી ‚પાણી સરકારને આ મામલે ફાયદો થશે. સરકારે યુવાઓને રોજગારી માટે વિવિધ કાર્યક્રમો શ‚ કર્યા છે. યુવાનોને રોજગારી મળી રહે તે માટે સરકારે ‚ા.૫૦ કરોડ ફાળવ્યા છે. ૬૭૦૦૦ સરકારી નોકરીઓ આપી છે. સરકાર તરફ યુવાનોને સકારાત્મક અભિગમ રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.

આગામી વિધાનસભાની ચુંટણીમાં અનેક યુવા મતદારો એવા હશે કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. આ મતદારો સોશયલ મીડિયામાં સતત એકટીવ હોય છે તેમના માટે પણ ‚પાણી સરકારે અભિયાન શ‚ કર્યું છે. ડીજિટલાઈઝેશનની મદદથી સરકાર દરેક યુવા સુધી પહોંચવા માંગે છે. પોતાની ઉપલબ્ધીઓને પ્રચાર-પ્રસાર કરવા માંગે છે.

દરમિયાન બીજી તરફ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે રાજ્યમાં વીજળીની કટોકટી પેદા વાની શક્યતા છે કારણ કે અદાણી પાવરે જણાવ્યું છે કે મુંદ્રાનો આયાતી કોલસા આધારિત પાવર પ્રોજેક્ટ તેને પરવડે તેમ ની. અદાણી પાવર મુંદ્રા પ્લાન્ટ માટે ઇન્ડોનેશિયાના આયાતી કોલસાનો ઉપયોગ કરે છે. કોલસાનો ભાવ વધવાી કંપનીએ વીજદરમાં વળતરની માંગણી કરી હતી જેને સુપ્રીમ કોર્ટે ગયા મહિને ફગાવી દીધી હતી. નાણા મંત્રાલયના એક અધિકારી સહિત બે અધિકારીઓએ કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ર લખીને જણાવ્યું છે કે આ મુદ્દો તાત્કાલિક નહીં ઉકેલાય તો ગુજરાતમાં વીજ કટોકટી પેદા શે.

એક અધિકારીએ જણાવ્યું કે, ફહિ૧ં૪૭આ પત્રમાં અમને જણાવાયું છે કે અદાણી પાવરે રાજ્ય સરકારને કહ્યું છે કે મુંદ્રા પ્લાન્ટ ચલાવવો સતત મુશ્કેલ બનતું જાય છે.  અમે કયા પ્રકારની મદદ કરી શકીએ તે વિચારવું પડશે. જરૂર પડે તો અમે માર્ગદર્શન આપી શકીએ.ફહિ૧ં૪૮ પાવર, કોલસો અને રિન્યુએબલ ઉર્જા મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે આ બાબતનો ઉકેલ રાજ્ય સરકાર અને ઉર્જા નિયમનકારે લાવવાનો હોય છે. નાણા મંત્રાલયના અધિકારીએ કહ્યું કે જરૂર પડશે તો પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ઉર્જા અને કોલસા મંત્રાલયના અધિકારીઓ સો ચર્ચા કરવામાં આવશે.

અદાણી પાવરે ૨.૩૫ પ્રતિ યુનિટના ભાવે ૧૦૦૦ મેગાવોટ વીજળીના પૂરવઠા માટે ૨૦૦૬માં ગુજરાત રાજ્ય વીજ વિતરણ કંપની સો કરાર કર્યા હતા. અદાણી પાવર અને ટાટા પાવરે ઇન્ડોનેશિયામાં કાયદો બદલાવાી કોલસો મોંઘો વાના કારણે વિતરણ કંપનીઓ પાસેી વળતરની માંગણી કરી હતી. ૧૧ એપ્રિલે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વિદેશમાં કાયદો બદલાવાી કોલસાનો ભાવ વધે તેને પીપીએ હેઠળ કાયદાનો ફેરફાર ગણી ન શકાય. નોમુરા મુજબ અદાણી પાવરે ડિસેમ્બર ૨૦૧૬ સુધીમાં ૪૪૦૦ કરોડના વળતરદાયક ટેરિફમાંી ૮૦ ટકા હિસ્સો માંડવાળ કરવો પડશે જેને તેણે આવકનો હિસ્સો ગણાવ્યો હતો. એક અધિકારીએ કહ્યું કે, ફહિ૧ં૪૭તેઓ (અદાણી) આ ટકાવવા માટે સક્ષમ ન હોય તો ધિરાણકારો મેનેજમેન્ટમાં ફેરફાર કરવા વિચારી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.