Abtak Media Google News

ગોંડલ સમસ્ત બૃમ્હ સમાજ ની મળેલી બેઠક મા પ્રમુખ ગીરીશભાઈ રાવલ ની મુદત પૂર્ણ થતા નવા પ્રમુખ તરીકે બૃમ્હ અગ્રણી જીતુભાઈ આચાર્ય ની સર્વાનુમતે વરણી થતા સમસ્ત બૃમ્હ સમાજ મા હષઁ નો માહોલ છવાયો હતો.

Advertisement

અગાઉ રેકોર્ડ બ્રેક બાર વર્ષ સુધી બૃમ્હ સમાજ ના પ્રમુખ તરીકે જીતુભાઈ આચાર્ય એ સરાહનીય કામગીરી બજાવી વર્ષ 2018 મા બૃમ્હ સમાજ નુ સુકાન ગીરીશભાઈ રાવલ ને સોંપ્યુ હતુ.ગીરીશભાઈ રાવલે ત્રણ વર્ષ પુર્ણ કર્યા હોય અને પારિવારીક જવાબદારીઓ ને કારણે સમય ફાળવી શકતા ના હોય પ્રમુખ પદે થી રાજીનામુ આપતા હેમવાડી ખાતે બૃમ્હ સમાજ ની  મળેલી બેઠક મા  મહામંત્રી યોગેન્દ્રભાઇ જોશી એ બેઠક નુ સંચાલન કરી જીતુભાઈ આચાર્ય ને પ્રમુખ જાહેર કર્યા હતા.જીતુભાઇ આચાર્ય ની વરણી ને ભુવનેશ્ર્વરી પીઠ ના પુ.ઘનશ્યામજી મહારાજ, સાંસદ રામભાઇ મોકરીયા સહીતે આવકારી હતી.

સમસ્ત બૃમ્હ સમાજ ના બૃમ્હ ભવન ના નવ નિર્માણ ને અગ્રતા આપી તત્કાલ કાયઁવાહી કરાશે તેવુ જીતુભાઈ આચાર્ય એ જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.