Abtak Media Google News

રાજ્યમાં અકસ્માતના કિસ્સામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે તેમાં ક્યાંક તો ડ્રાયવરની ભૂલના લીધે અકસ્માત બનતા હોય છે ત્યારે આજે વાત કરીએ આજે વાત કરીએ ગુજરાતના એક એવા ડ્રાયવરની જેણે ૨૭ વર્ષમાં ક્યારેય એક પણ રજા લીધી નથી કે એક પણ અકસ્માત તેમના હાથ થયો નથી. તંત્રમાં તો આ વ્યક્તિ માટે સન્માન છે જ ત્યારે હવે તેની કર્મનિષ્ઠા માટે તેને રાષ્ટ્રીય કક્ષાના એવાૅર્ડ માટે પસંદગી કરાઈ છે ચાલો જાણીએ આ ડ્રાઈવર  વિશે વિગતવાર…

વાહન ચલાવવું એ પણ એક કલા છે અને તેમાં પણ એક સારો ડ્રાઈવર ઘણી બધી રીતે બચત કરી શકે છે ત્યારે વાત કરી  પીરુંભાઈ છોટુભાઈ મીર જેઓ મૂળ વડનગરના અને હાલ સતલાસણાના વાવ ખાતે રહે છે અને અંબાજી અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ૨૭ વર્ષથી એસટીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરી રહ્યા છે પરંતુ આજ સુધી તેમણે એક પણ રજા લીધી નથી અને તેમના દ્વારા એક પણ અકસ્માત થયો નથી ત્યારે તેમના આ કર્મનિષ્ઠા તેમન  કાર્ય પ્રત્યેની વફાદારી માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા સન્માન આપવામાં આવશે.

આજ કાલ આપણે નાની બીમારી માટે પણ રાજા મૂકી દઈએ છીએ ત્યારે ૫૭ વર્ષીય પીરું ભાઈ મીરે એક પણ રજા લીધી નથી અને સલામત સવારી એસટી અમારીના સ્લોગનને ખરું કરી બતાવ્યું છે. પીરુંભાઈએ ૨૭ વર્ષમાં એક પણ અકસ્માત કર્યો નથી અને ૪ ટેન્કર ડીઝલની બચત કરી છે. ત્યારે તેમના આવા ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવવા માટે દિલ્હીથી કોલ આવ્યો હતો પરંતુ તેમને ફ્રોડ સમજીને તે વાત પર વિશ્વાસ કર્યો નહિ ત્યારબાદ આ વાતની જાણ ડેપો મેનેજર દ્વારા કરાતા વિશ્વાસ આવ્યો હતો. ગુજરાત માટે આ ગૌરવવંતી બાબત કહેવાય કે ઉત્તમ ડ્રાઇવિંગ માટે રોડ સેફટી એવોર્ડ માટે ગુજરાતના પીરું ભાઈની પસંદગી કરવામાં આવી છે. આવતી કાલે દિલ્હીમાં યોજાનારા ખાસ સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે પીરું ભાઈને રોડ સેફટી એવોર્ડ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.