Abtak Media Google News

પોલીસ અલગ-અલગ ટીમો બનાવી ત્રાટકશ

રાજ્યના તમામ ગામોમાં નર્મદા નહેર તથા પાઇપલાઇન દ્વારા પીવાનું તથા સિંચાઇનું પાણી પહોચાડવામાં આવી રહેલ છે. જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના ઢાંકી ખાતે સરદાર સરોવર સિંચાઇ યોજના હેઠળ એશિયાનું સૌથી મોટું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવેલ છે અને ઢાંકી થી સુરેન્દ્રનગર, મુળી, ચોટીલા થઇ રાજકોટ, સુધી તથા ઢાંકીથી ધ્રાંગધ્રા, હળવદ થઇ માળીયા સુધી અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી જીલ્લાના કુલ-1200 ગામો તથા કુલ-21 મોટા શહેરોને પીવાનુ પાણી પુરૂ પાડવામાં આવી રહેલ છે.

પાણી તંગીને નિવારવા સરકાર દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના દરેક ગામોની પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા તથા ઉનાળુ પાકને સિંચાઇનું પાણી નહેર દ્વારા પહોચાડવામાં આવે છે. તેમ છતા અમુક ઇસમો દ્વારા પોતાના ખેતર કે ખેતરની નજીકથી પસાર થતી પાણીની અંડરગ્રાઉન્ડ લાઇનમાં પંકચર કરી તથા એરવાલ્વમાં ભંગાણ કરી, સિંચાઇ તથા ઓધૌગીક હેતુ માટે પીવાના પાણીની ચોરી કરવામાં આવતી હોય જેથી છેવાડાના વિસ્તારમાં પીવાનું પાણી પહોચી શકતું નથી. જેથી ગ્રામજનો, આગેવાનો દ્વારા તે અંગે કાર્યવાહી કરવા સરકારમાં, પાણી પુરવઠા વિભાગમાં, ગુજરાત વોટર ઇન્ફાસ્ટ્રકચર લીમીટેડ એજન્સીને અરજી ફરીયાદો કરવામાં આવતી હોય છે. જે અન્વયે પાણી પુરવઠા વિભાગ, તથા અન્ય એજન્સીઓ સાથે પોલીસ વિભાગ દ્વારા સતત સંકલન રાખી સુરેન્દ્રનગર જીલ્લામાં વર્ષ-2020/21-22 માં પાણી ચોરીના કુલ-7 ગુન્હાઓ રજીસ્ટર કરી કુલ-36 આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલ છે.

તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા પાણી પુરવઠા વિભાગ, તથા રેવન્યુ વિભાગ તથા  ગુજરાત વોટર ઇન્ફાસ્ટ્રકચર લીમિટેડ એજન્સી સાથે સતત સંકલન રાખી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં અમુક ઇસમો દ્વારા પંકચર કરી પીવાના પાણીની ચોરી કરી સિંચાઇ કે અન્ય ઓધૌગિક હેતુ માટે ઉપયોગ કરવામાં ન આવે તે માટે આગોતરૂ આયોજન હાથ ધરી ઉપરોકત વિભાગ/એજન્સીની ટીમો સાથે મુળી, સાયલા, ચોટીલા, નાની મોલડી, લખતર, ધ્રાંગધ્રા તાલુકા વિગેરે પો.સ્ટે. તેમજ ડીવીઝનની ટીમ તથા એલ.સી.બી.-એસ.ઓ.જી.ની એમ અલગ અધિકારી/કમર્ચારીઓની ટીમો બનાવી, દરેક ટીમો દ્વારા લગત વિભાગ સાથે સંકલન રાખી, રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખી તથા આકસ્મિક ચેકીંગ હાથ ધરી પાણી ચોરી કરતા ઇસમો શોધી કાઢી તેઓ વિરૂધ્ધ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.