Abtak Media Google News

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આજે ચુકાદા પહેલા કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજ વિમલ કે. વ્યાસે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માને મળેલા ન્યાયને લઈને મહત્વનુ નિવેદન આપ્યું છે. ચાર્જશીટ રજૂ થયાના 70 દિવસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી કુલ 190ની સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી . હર્ષ સંઘવી વધુમાં 28 ફેબ્રુઆરી2022ના રોજ ટ્રાયલ શરૂ કરી હતી જણાવ્યુ કે  મે ગ્રીષ્માના  પરિવારજનોને ન્યાય આપવાનો વાયદો કર્યો હતો આવા એક પણ ગુનાહ ગુજરાત માટે યોગ્ય નથી સાથેજ હર્ષ સંઘવી લોકોને અપીલ કરી કે જ્યાં ત્યાં મોકો મળે ત્યાં sit વકીલને અભિનંદન પાઠવવા તેઓ પોતે કાલ સુરત ખાતે ગ્રીષ્મના પરિવારને મળવા જશે અને સાથે જ sit વકીલને મળી અભિનંદન પાઠવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.