Abtak Media Google News

રખડતું-ભટકતું જીવન જીવતા યુવાનની હાલત ગંભીર: ખૂનની કોશિસનો નોંધતો ગુનો

ગોંડલમાં માંડવી ચોક પાસે માત્ર રૂ.૧૦૦ આપવાની ના પાડતા એક શખ્સે યુવાનને ગળાના ભાગે છરીનો ઘા ઝીકી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પોલીસે ખૂનની કોશિસનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં માંડવી ચોક પાસે આવેલા ગાર્ડન નજીક પરેશભાઈ છગનભાઈ દુધરેજીયા નામના ૪૦ વર્ષના યુવાનને રમણિક પરમાર નામના શખ્સે ગળાના ભાગે છરીનો ઘા ઝીકી દીધો હતો. જેથી ગંભીર રીતે ઘાયલ પરેશભાઈને પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જકન થતા ગોંડલ સીટી પોલીસ મથકનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પરેશભાઈની પત્ની રિસામણે ચાલી જતા તે રખડતું-ભટકતું જીવન જીવતો હતો. જ્યારે રમણિક પણ ફૂટપાથ પર રહેતો હતો.
ત્યારે ગઈ કાલે રમણિકે પરેશ પાસે રૂ.100ની માંગણી કરી હતી. જે આપવાની ના પાડતા રમણિકે ઉશ્કેરાઈ જઈ પરેશને ગળાના ભાગે છરીનો ઘા ઝીકી દીધો હતો. જેથી પોલીસે ઘટનાની નોંધ કરી રમણિક સામે હત્યાની કોશિસનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.