Abtak Media Google News

અબતક,જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

ગોંડલ ના તબીબ લક્ષીત મનજીભાઇ સાવલીયા ના પત્નિ હિરલબેન દ્વારા પતિ,સાસુ સસરા ને ત્રાસ આપવા ની ’ઉલટી ગંગા’ સમા ચર્ચિત પ્રકરણ માં ગોંડલ ના કૈલાશ બાગ મા આવેલા સાસુ સસરા ના મકાન પર પુત્રવધુ હિરલબેન દ્વારા તાળા તોડી કબ્જો કરાયા ના સવા વર્ષ બાદ પ્રિસાઇડીંગ ઓફિસર સબડિવીઝનલ મેજિસ્ટ્રેટ ગોંડલ દ્વારા મકાન નો કબ્જો પુત્રવધુ પાસે થી પરત આપવા અંગે લેન્ડમાકઁ ચુકાદો જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ ના ડો.લક્ષીત સાવલીયા અને તેના પત્નિ હિરલબેન વચ્ચે અણબનાવ થતા બન્ને પક્ષે સામસામે આક્ષેપ સાથે પોલીસ ફરિયાદો થવા પામી હતી.હિરલબેન દ્વારા પતિ ડો.લક્ષીત,સાસુ તથા સસરા સામે વડીયા પોલીસ મા ફરીયાદ કરાઇ હતી.બાદ વિવાદ વધતા  ડો.લક્ષીત તેના માતા,પિતા તથા માસુમ પુત્રી સાથે ગોંડલ છોડી રાજકોટ રહેવા ચાલ્યા ગયા હતા.દરમિયાન હિરલબેને પતિ ના કૈલાશ બાગ સ્થિત બંધ મકાન ના તાળા તોડી  મકાન પર કબ્જો કર્યો હતો.એટલુ જ નહી રાજકોટ ભાડા ના ફલેટ મા રહેતા સાસુ સસરા પાસે પહોંચી ધાક ધમકી આપી  હતી.આ અંગે હિરલબેન ના સસરા મનજીભાઇ દ્વારા રાજકોટ માલવીયા નગર મા હિરલબેન સામે પોલીસ ફરિયાદ પણ કરાઇ હતી.

વાત આટલે થી નહી અટકતા બાદ મા હિરલબેન દ્વારા રાજકોટ ના રેસકોસઁ મા જઇ દવા પી લઈ આત્મહત્યા નો પ્રયાસ કરતા આ પ્રકરણ વધુ ચર્ચિત બન્યુ હતુ.ડો.લક્ષીત સાવલીયા ના લગ્ન વર્ષ 2012 મા હિરલબેન સાથે થયા હતા,સંતાન માં પુત્રી ક્રીસ્ટીના છે.લગ્ન જીવન ના આઠ વર્ષ બાદ બંન્ને વચ્ચે અણબનાવ શરુ થવા પામ્યા હતા.સામાન્ય રીતે પતિ દ્વારા ત્રાસ આપવા ના કિસ્સાઓ સામે આવતા હોય છે.પણ અહી ઉલટી ગંગા વહેતી હોય તેમ પત્નિ દ્વારા દબંગગીરી કરાતી હોવાના ડો.લક્ષીત સાવલીયા ના આક્ષેપો સાથે ની વિગતો ચર્ચાસ્પદ બની રહી હતી.તબીબ પરિવાર ના જણાવ્યા મુજબ હિરલબેન દ્વારા છુટાછેડા માટે રુ.પચાસલાખ ની માંગ સાથે કબ્જે કરાયેલુ મકાન પોતાના નામે કરી આપવા વારંવાર દબાણ કરાતુ હતુ.

દરમિયાન હિરલબેન ના સાસુ મંજુલાબેન દ્વારા કૈલાશબાગ સ્થિત મકાન પુત્રવધુ ના કબ્જા મા થી પરત મેળવવા મેઇન્ટન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટસ એન્ડ સિનિયર સિટીઝન એકટ-2007 અન્વયે મેઇન્ટન્સ ટ્રિબ્યુનલ એન્ડ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે દાદ મંગાતા પુત્રવધુ પાસે રહેલા મકાન નો કબ્જો ખાલી કરી સાસુ સસરા ને પરત કરતો ઐતિહાસિક ચુકાદો ફરમાવાયો હતો

સ્ત્રી તરફી કાયદા નો દુર ઉપયોગ કરી સાસરી પક્ષ ના મકાન મિલ્કત પચાવી પાડવા ની ઘટના માં હુકમ થયા ને ઘણા દિવસો થયા હોય છતાંય હિરલબેન દ્વારા મકાન નો કબજો ખાલી નહીં કરાયો હોય હિરલબેન દ્વારા અદાલત ના હુકમ ને પણ ઘોળી ને પી જઈ કાયદા નો ઉલાળીયો કર્યા નું સ્પષ્ટ થયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.