Abtak Media Google News

અબતક,રાજકોટ

Advertisement

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ધાર્મિક સંસ્થાના એક સેવક સાથે શખ્સે સમલેંગિક સંબંધો બાંધી અને તેનો વિડિઓ મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં ચાર શખ્સોએ સાથે મળીને 4 કરોડ રૂપિયાની માગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપ તો વીડિયો વાઇરલ કરી બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગાંધીગ્રામ પોલીસે શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં ધાર્મિક સંસ્થાના સેવકને હનીટ્રેપમાં ફસાવી રૂ.4 કરોડની ખંડણી માંગતા ત્રણ ઝબ્બે

પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલ ધાર્મિક સંસ્થાના એક સેવક હનીટ્રેપનો શિકાર બન્યા હતા અને ચાર શખ્સોએ વિડિઓ વાયરલ ન કરવા માટે 4 કરોડની ખંડણી માંગી હતી જેથી સેવકેગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર માંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી જેમાં આરોપી તરીકે ચીમન ઉર્ફે મુન્નો ગોહિલ, મનોજ ઉર્ફે અભય રાઠોડ અને ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગોહિલનું નામ આપ્યું હતું.

સેવકે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ પોતાની સાથે આરોપીએ મિત્રતા કેળવી બાદમાં તેમને ભોળવી તેમના વિરુદ્ધ કાવતરું કરી શરીરસંબંધ બાંધી કેમેરાથી વીડિયો શુટિંગ કરી ધમકાવી કરોડની માગણી કરી હતી. ત્યારબાદ મુખ્ય આરોપીએ આ કામના સહ આરોપીઓ સાથે મળી અગાઉ કરેલા કાવતરાના ભાગરૂપે ફરિયાદી સાથે રૂબરૂ મિટિંગ કરી ધમકાવી 4 કરોડની રકમની માગણી કરી હતી અને પૈસા ન આપો તો તમોને બદનામ કરી વીડિયો વાઇરલ કરી નાખવાની ધમકી આપી હતી.

ગાંધીગ્રામ પોલીસને ફરિયાદીએ આપેલી ફરિયાદના આધારે આરોપી ચીમન ઉર્ફે મુન્નો પાલજી ગોહીલ, મનોજ ઉર્ફે અભય વિનોદ રાઠોડ અને ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગંભીરસિંહ ગોહીલની ધરપકડ કરી સમગ્ર મામલે આરોપીઓ સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સમાધાન કર્યા ના થોડા દિવસ બાદ ફરી ખંડણી માંગી

પ્રથમ આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી હતી પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ જતા મામલો થાણે પડ્યો હતો પરંતુ સમાધાનના થોડા સમય બાદ આરોપીઓએ ફરી સેવક પાસે રૂ.4 કરોડની ખંડણી માંગી હતી અને જો રૂપિયા ન આપે તો વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી સેવકે ફરિયાદ નોંધાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.