Abtak Media Google News

હાઇ-વે પર 80 કિ.મી.થી વધુ સ્પીડમાં વાહનો ચલાવવાની ગાઇડલાઇનના નામે ર000નો દંડ વસુલાય છે

રાજકોટ શહેર પોલીસ દ્વારા બહારથી આવતા વાહનોને ઓવર સ્પીડના નામે કનડગત થતી હોવાની ફરીયાદ ગુજરાત રાજય ખાદતેલ, તેલીબીયા એશો.ના પ્રમુખ સમીરભાઇ શાહે વાહન વ્યવહારમંત્રી અરવિંદભાઇ રૈયાણીને પત્ર પાઠવી અવર સ્પીડના નામે ર000 જેવી રકમનો દંડ વસુલી શહેર પોલીસની કાર્યવાહી પ્રજા માટે અન્યાય કરી હોવાનું અને અવર સ્પીડના નિયમો લોકોને માહીતગાર કરવા જોઇએ તેવી માંગ કરી છે.

બપોરના લગભગ સવા વાગ્યાના અરસામાં જામનગર રોડ પર રાજકોટ માધાપર ચોકડી પહેલા પડધરી-જામનગરથી આવતા વાહનોને અટકાવી વધુ સ્પીડ મુદ્દે રાજકોટ સીટી પોલીસ દ્વારા બે હજાર જેવી માતબર રકમના દંડ વસુલ કરવાની કાર્યવાહી થતી હતી. વાહન રોકનાર પોલીસકર્મીએ આ હાઇવે પર 80 કી.મી. થી વધુ ઝડપે વાહનો ચલાવવાની મનાઇ છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું પાલન કરવાનો અમોને ઉપરથી આદેશ છે. સુપ્રીમ કોર્ટનો આવો આદેશ કયારનો છે? તેવું પૂછતા કોઇ જવાબ મળેલ નહી.

અત્યારે રાજયના તમામ હાઇવે પર વાહનો ખાસ કરીને મોટર 80 કી.મી. પ્રતિ કલાક કરતાં વધુ સ્પીડ પર જતી જ હોય છે. ને તેમાં કોઇ નવાઇ નથી. વર્ષોથી આ ઝડપે મોટર કાર જતી જ હોય છે. સુપ્રીમ કોર્ટનો આદેશ હોય તો તેની મીડીયામાં વ્યવસ્થિત જાહેરાત થવી જોઇએ ને હવેથી આવી સ્પીડે વાહન ચલાવશો તો દંડ થશે તેવું સ્પષ્ટ જનતાને જણાવવું જોઇએ. આ રીતે ઓચિંતા વર્ષો જુના કાયદાની રુએ વાહનો અટકાવી અણધડ દંડ વસુલવામાં આવે તે યોગ્ય નથી. અત્યારનો જમાનો ઝડપી યુગનો છે.

તમામ હાઇવે પર કાર લકઝરી બસો પણ 80 કી.મી. કલાક કરતાં વધુ ઝડપે જતી હોય છે. આવી રીતે કાયદાનો દુરુપયોગ કરવાથી આપણે સહુ રપ થી 30 વર્ષ પાછળ જવા માગીએ છીએ? રાજયના હાઇવે પર સરકારના મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ તમામ કારથી મુસાફરી કરતા હોય છે. તેમાંથી કોની કાર 80 કી.મી. થી ઓછી ઝડપે ચાલતી હોય  છે? જો રાજકોટ સીટી પોલીસ ટ્રાફીક શાખાને રાજય સરકાર પરથી દંડ કરવાનો આદેશ કોણે આપ્યો? અને રાજય સરકાર તરફથી આવો આદેશ ન થયો હોય તો કોની સુચનાથી તેમણે આવી કાર્યવાહી શરુ કરી તેની તપાસ કરાવશો અને સંબંધીત અધિકારીઓને આવી કનડગત બંધ કરવાનો શીધ્ર આદેશ આપવાની સમીરભાઇ શાહે માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.