Abtak Media Google News

સુપર વાઇઝર અને ઓપરેટરોને ટ્રેનિંગ આપવાની હોવાના કારણે કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય

સુપર વાઇઝર અને ઓપરેટરોને ટ્રેનિંગ આપવાની હોવના કારણે આગામી સોમવારે એક દિવસ માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ આધાર કેન્દ્ર ખાતે સેવા બંધ રહેશે

રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફીસ  સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ,વેસ્ટ ઝોન, ૧૫૦ ફૂટ રીંગ રોડ અને ઇસ્ટ ઝોન, ભાવનગર રોડ ખાતે કાયમી આધાર નોંધણી કેન્દ્ર કાર્યરત્ત છે. આધાર કેન્દ્રો ખાતે નિયુક્ત તમામ સુપરવાઈઝર તથા તમામ ઓપરેટરને સોમવારે   ટ્રેનીંગ આપવામાં આવનાર હોવાથી  સોમવારનાં રોજ એક દિવસ બંધ રહેશે.

યુ.આઈ.ડી.એ.આઈ. મુંબઈ તરફથી ૧૫ માર્ચનાં  રોજ ઈ-મેઈલ પત્ર અન્વયે નોડલ ઓફિસર યુઆઈડી અને નિવાસી અધિક કલેકટર, રાજકોટનાં તા.૨૦-૦૫-૨૦૨૩ રોજના પત્ર  પરત્વે અત્રેની કચેરીનાં આધાર કેન્દ્રો ખાતે નિયુક્ત તમામ સુપરવાઈઝર તથા તમામ ઓપરેટરને તા.૨૯-૦૫-૨૦૨૩નાં રોજ ટ્રેનીંગ આપવામાં આવનાર છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાનાં ઉક્ત વિગતેનાં ત્રણેય ઝોનલ કચેરી ખાતેનાં આધાર નોંધણી કેન્દ્રો સોમવારનાં રોજ ૦૧(એક) દિવસ પૂરતાં બંધ રહેશે. તા.૩૦થી આ આધારકેન્દ્રો ખાતે આધાર સેવા પુન: રાબેતા મુજબ શરૂ થઇ જશે. જેની સર્વે શહેરીજનોએ ખાસ નોંધ લેવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.