Abtak Media Google News

માનસિક વિકૃત પિતા-પુત્ર પર સર્વત્ર ફિટકાર: નરાધમ પુત્રની ધરપકડ, પિતા હજુ ફરાર

અબતક- ઋષિ મહેતા – મોરબી

મોરબીમાં હજુ સોશિયલ મીડિયામાંથી સબંધ કેળવી ત્રણ શખ્સોએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી તે ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાની અસ્થિર મગજની પુત્રી પર પ્રેમી અને તેના પુત્રએ દુષ્કર્મ આચર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં સગીરાને હવસનો શિકાર બનાવનાર નરાધમ પુત્રની પોલીસે અટકાયત કરી પિતાની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી તાલુકામાં આવેલી સીરામીક ફેક્ટરીના લેબર ક્વાટર્સમાં રહેતી એક પુત્રીની માતા એવી મહિલાએ બે મહિના પહેલા પોતાની સાથે જ કામ કરતા સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી કમલેશ કરશન વાઘેલા સાથે આંખો મળી જતા બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. સાથે કમલેશનો પુત્ર સુનિલ પણ પરિવારની જેમ રહેતો હતો.

તે દરમિયાન સાવકા બાપ એવા કમલેશ કરશન વાઘેલા અને તેના પુત્ર સુનિલ કમલેશ વાઘેલાએ મહિલાની સગીર વયની પુત્રી ઉપર નજર બગાડી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું.આ બાબતની જાણ મહિલાને થતાં મોરબી તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવા પામી છે. હાલ તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા તપાસનો દોર સંભાળી લેવામાં આવ્યો છે અને સગીરાની મેડિકલ તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કંપાવી દેતી ઘટના અંગે પોલીસે તુરંત એક્શનમોડમાં આવી હતી અને ગણતરીની કલાકોમાં નરાધમ પ્રેમીના પુત્ર સુનિલની પોલીસે ધરપકડ કરી જ્યારે નરાધમ કમલેશની શોધખોળ હાથધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.