Abtak Media Google News

સરકારે પેટ્રોલમાં દસ ટકા ઇથેનોલનો ઉપયોગ કરવા પરવાનગી આપી : વર્ષ 2025 સુધીમાં 20 ટકા ભેળવવામાં આવશે.

હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં જો સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લેવામાં આવે તો પેટ્રોલના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે અને તેનો સીધો જ બોજ લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે. આ તથ્ય આગામી સમયમાં લોકોને કોઇપણ પ્રકારનો આર્થિક બોજ પેટ્રોલ-ડીઝલ ઉપર ન પડે તેના માટે સરકારે પેટ્રોલમાં દસ ટકા ઇથેનોલ ભેળવવા માટે ની પરવાનગી આપી છે જેથી આગામી ઓક્ટોબર મહિનાથી પ્રતિ લીટર પેટ્રોલમાં બે રૂપિયા સુધીનો ઘટાડો આવી શકશે.
પરંતુ સરકાર માટે હાલ ચિંતાનો વિષય એ છે કે ઇથેનોલ ની વિતરણ વ્યવસ્થા જો યોગ્ય રીતે જળવાશે તો તેઓને કોઇ પણ પ્રકારની તકલીફનો સામનો નહીં કરવો પડે અને સુચારુ રૂપથી લોકોને સસ્તા દરે પેટ્રોલ પણ મળશે.
કેન્દ્ર સરકારે હાલ 10 ટકા જેટલી બલેન્ડિંગ કરવા માટેની પરવાનગી આપેલી છે જે આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં ૨૦ ટકા જેટલું કરવામાં આવશે તો સાથોસાથ 2030 સુધીમાં ડીઝલમાં પાંચ ટકા જેટલું બાયોડીઝલ પણ ભેળવાશે. સરકારનો લક્ષ્યાંક છે કે આ તમામ પ્રકારની સુવિધા યોગ્ય રીતે લોકોને મળતી રહે તે માટે સરકાર આ તમામ ભાવ ઘટાડો થાય તે દિશામાં આગળ કાર્ય હાથ ધરી રહ્યું છે.
કેન્દ્ર સરકારનું માનવું છે કે જો પેટ્રોલમાં ૨૦ ટકા જેટલું ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે તો સરકારને 30,000 કરોડ રૂપિયા સુધીની આયાતમાં બચત થઈ શકે છે જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. આ નિર્ણય પાછળ સરકારનો સૌથી મોટો લક્ષ્ય અને હેતુ એ છે કે હાલ ભારત દેશના આયાતબિલ સૌથી વધુ આવી રહ્યા છે ત્યારે સરકારની પરવાનગી બાદ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે ભારતનું આયાતબિલ ઘણા ખરા અંશે ઘટી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.