કડક મીઠ્ઠીથી લઈને વિઠ્ઠલ તીડી જેવી જોરદાર વેબ સીરીઝ પ્રજાને પીરસનાર oho ગુજરાતીએ જાહેર કર્યું આવતા વર્ષનું Lineup લીસ્ટ

કોરોના મહામારીના કારણે થીયેટર બંધ થતા OTT પ્લેટફોર્મ જોર પકડ્યું હતું. હિન્દી OTT પ્લેટફોર્મ લોકો માટે ઘણા ઉપલબ્ધ હતા ત્યારે અભિષેક જૈન દ્વારા oho ગુજરાતી પ્લેટફોર્મ રજુ ગુજરાતના લોકો માટે એક નવું નજરાણું પેશ કર્યું હતું. આ ગુજરાતી પ્લેટફોર્મને લોકો દ્વારા પણ ખુબ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. Oho પ્લેટફોર્મ દ્વારા ગુજરાતી સિનેમાના લોકોને એક મોટું પ્લેટ ફોર્મ મળ્યું જેમાં લેખકો, દિર્ગશકો, અભિનેતા, અભિનેત્રીઓ અને ફિલ્મોના અલગ-અલગ ડીપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા લોકોને પોતાની કળા ખીલવા માટે એક નવું મંચ પ્રદાન થયું.

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર સ્વ.શ્રી નરેશ કનોડિયા, રમેશ મહેતા જેવા દિગ્ગજ કલાકારોની યાદગાર ફિલ્મોથી લઈ અર્બન ગુજરાતી ફિલ્મો સુધીની સફર આપણે Oho પર ખેડી શક્યા. જેમાં એવોર્ડ વિજેતા અને ગુજરાતી સિનેમાને એક નવી ઉંચાઈ આપવા વારી ફિલ્મો “કેવી રીતે જઈશ, બે યાર, રોંગ સાઈડ રાજુ, રતનપુર, વિટામિન સી, રેવા” આપણે જોવા મળશે. Oho ઓરીજનલ કહી શકાય એવી ફિલ્મો અને વેબ સેરીઝ “ઓકે બોસ, કડક મીઠ્ઠી, સાંભળો છો, ટુયુશન, કટિંગ, ચસકેલા, અને Scam-1992 વેબ સેરીઝથી હિન્દુસ્તાનના લોકોના દિલમાં એક અલગ જગ્યા બનવનાર અભિનેતા પ્રતીક ગાંધીની ફિલ્મ “વિઠ્ઠલતીડી” લોકોને જોવા મળી હતી.

આ ગુજરાતી ફિલ્મો અને oho ગુજરાતી પ્લેટફોર્મને છેલ્લા એક વર્ષમાં ખુબ સારો પ્રતિસાદ મળતા હવે અભિષેક જૈન દ્વારા આગામી વર્ષ માટેની શોર્ટ સ્ટોરીનું લીસ્ટ લોકો સમક્ષ રજુ કર્યું છે. જેના કેપ્શનમાં તેને જણાવ્યું છે કે “ છેલ્લા એક વર્ષમાં આપ સૌના પ્રેમ, સહકાર અને સૂચનો થકી અમે અવનવી વાર્તાઓ તમારા સુધી પહોંચાડી શક્યા છીએ. આ Gujarati OTT platform માત્ર કહેવા ખાતર આપણું પોતાનું નથી, આપનો પ્રેમ જ આ વાતને સાબિત કરે છે. તો હવે રજૂ કરીએ છીએ અમારી આવનારા વર્ષનું Lineup. નવા કલાકારો, નિર્દેશકો, લેખકો અને અસંખ્ય crew members લઇને આવશે આપણી વાર્તાઓ આપણી જ ભાષામાં, આપણા જ પોતાના OHO Gujarati પર.