Abtak Media Google News

સાવરકુંડલા નજીક હાથસણી રોડ પર આવેલ માનવમંદિર મનોરોગી મહિલાઓના આશ્રમમાં નિરાધાર મનોરોગી મહિલાઓને વિનામૂલ્યે આશ્રય આપવામાં આવે છે અને ભક્તિ બાપુની નિશ્રામાં થઈ રહેલી આ અદભુત સેવા ને ખાસ જોવા અને નિહાળવા વિશ્વ પ્રસિદ્ધ લેખિકા અને પત્રકાર શીલા ભટ્ટ આજે મંદિરની મુલાકાત લીધી હતી.

માનવ મંદિર ની બહેનો સાથે વાતચીત કરી હતી અને આશ્રમ પરિસરમાં ફરીને આપવામાં આવતી સેવા તેમજ સુવિધાઓની માહિતી મેળવી હતી. શીલા ભટ્ટ ભક્તિ બાપુ દ્વારા કરવામાં આવતી આ અનમોલ સેવાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું કે “જો હું સાવરકુંડલા માનવ મંદિર એ ન આવી હોત તો મને ખૂબ જ અફસોસ થાત લોકોના મન ની પરિસ્થિતિ જ્યારે ડામાડોળ થાય છે ત્યારે આવા આશ્રમો જન્મ લેતા હોય છે સરકારે આવા આશ્રમમાં મદદ કરવી જોઈએ એ સરકારની પણ ફરજ છે”. માનવ મંદિર માં કેટલો ખર્ચ થાય છે તે બાબતની માહિતી પણ મેળવી હતી અને માનવ મંદિર ભક્તિ બાપુ દ્વારા ક્યારેય કોઇ ફાળો કરવામાં આવતો નથી

અને માસિક સાડા ત્રણ લાખનો ખર્ચ કેવી રીતે પૂરો પાડવામાં આવે છે તે બાબતની પણ જાણકારી મેળવી હતી આ આશ્રમ માત્ર દાતાઓના દાનથી ચાલે છે અને છેલ્લા આઠ વર્ષથી કાર્યરત આ માનવ મંદિર આશ્રમ માં સરકાર તરફથી હજુ સુધી કોઇ મદદ કે સહાય મળી નથી ત્યારે શીલા ભટ્ટ સરકારને ટકોર કરતાં પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે સરકારે આવા આશ્રમો માટે ખાસ કાયદો બનાવીને સંપૂર્ણપણે મદદ કરવી જોઈએ એ

સરકારની પ્રાથમિક અને પાયાની ફરજ છે.. પ્રસિદ્ધ લેખિકા શીલા ભટ્ટ ની સાથે પત્રકાર મહેન્દ્ર બગડા અને સૂર્યકાંત ચૌહાણ તેમજ યુવા અગ્રણી વરુણ કુંભાણી અને ચેતન કુંભાણી સાથે રહેતા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.