Abtak Media Google News

અર્બન ગુજરાતી ફિલ્મોનો ચાહક વર્ગ વધી રહ્યો છે. બૉલીવુડના અભિનેતાઓ, તીરમતાઓ અને દિગ્દર્શકોને પણ ગુજરાતી ફિલ્મોમાં રુચિ વધી રહી છે. ત્યારે ગુજરાતી રોમેન્ટીક કોમેડી ફિલ્મો દર્શકોને વધુ પસંદ આવી રહી છે. ગુજરાતી રોમ-કોમ ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’નું ટ્રેલર હાલ ધૂમ મચાવી રહ્યું છે.  ત્યારે ફિલ્મનુ એક ગીત ‘નોટિ નોટિ’ આજરોજ રીલીઝ થયું છે.

ફિલ્મનુ ગીત ‘નોટિ નોટિ’ ભૂમિ ત્રિવેદીએ ગાયું છે॰ ફિલ્મમાં મ્યુઝિક કશ્યપ સોમપુરાનું છે તો ગીતો મેઘા અંતાણીએ લખ્યાં છે. ફિલ્મના અન્ય ગીત સુખવિન્દર સિંહે અને પલક મુચ્છલે પણ ગીતો ગાયાં છે.

Screenshot 9 7

અમિત આર્યન દ્વારા લખાયેલી આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો હાર્દિક સાંગાણી, પૂજા જોષી, જોની લિવર, જિમિત ત્રિવેદી, સંગીતા ખાનાયત અને અનંગ દેસાઈએ ફિલ્મ માં મુખ્ય કિરદાર નિભવ્યા છે. પ્રખ્યાત અભિનેતા કે જે પોતાની આગવી રમૂજી શૈલીના કારણે પ્રખ્યાત છે તેવા જોની લીવર આ પહેલા એક ગુજરાતી ફિલ્મમાં કેમિયો કરી ચૂક્યા છે. તેમની ફૂલ લેન્થ આ પ્રથમ ફિલ્મ છે.

નમનરાજ પ્રોડક્શન્સ બેનર હેઠળ બનનાર આ ફિલ્મના ડાયરેક્ટર અને નિર્માતા ધર્મેશ મેહતા છે. સૂત્રો અનુસાર ‘જયસુખ ઝડપાયો’ની મોટામાં મોટી વિશિષ્ટતા એ કે આ આખી ફિલ્મ માત્ર ૧૯ દિવસમાં શૂટ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.