Abtak Media Google News

દુનિયાની સૌથી વજનદાર મહિલા ઈમાન અહમદ આજે મૃત્યુ પામી છે. અબૂ ધાબીની બુર્જીલ હોસ્પિટલમાં તેનુ મૃત્યુ થયુ છે. ઈમાન પોતાનું વજન ઓછુ કરાવવા અમદાવાદ આવી હતી. મિસરના એલેગ્જૈડ્રિયાની રહેવાસી ઈમાન “એલિફેંટાઈસિસ”નામની બીમારી થી પીડાતી હતી. જેના કારણે તેનું વજન વધી ગયુ હતુ.

Advertisement

ઈમાને પોતાનું વજન ઘટી ગયા બાદ હ્રત્વીક રોશન સાથે ડાન્સ કરવાની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી હતી. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તે વિમાન મારફતે મુંબઈ આવી હતી. 25 વર્ષે પહેલી વાર ઈમાન ઘરની બહાર નીકળી હતી. તેની બહેન શાઈમાં પણ તેની સાથે હતી.

ઈમાન મુંબઈની સૈફી હોસ્પિટલમાં પહોંચી હતી જ્યાં તેના માટે સ્પેશ્યલ વન બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. જો કે, બાદમાં ઈમાન અહમદની બહેને આરોપ લગાવ્યો હતો કે તેની બહેનની સારવાર સારી રીતે નહોતી કરવામાં આવી. ઈમાનની બહેરે એ પણ આરોપ લગાવ્યો હતો કે તેમને બેવકૂફ બનાવવામાં આવ્યા હતા.

જો કે, સૈફી હોસ્પિટલે તમામ આરોપેને રદીયો આપીને ઉલટો શાઈના ઉપર જ દોષનો ટોપલો ઢોળતા જણાવ્યુ હતુ કે તે પોતાની બહેન ઈમાનને પાછી નથી લઈ જવા માંગતી એટલે જ આવા ધડ માથા વગરના આરોપો લગાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.