Abtak Media Google News

લીંબડ ટિશા હરેશભાઈએ રાજકોટ તથા રાજ્યનું નામ પિસ્તોલ શૂટિંગ ક્ષેત્રે રાષ્ટ્રીયકક્ષાએ મેડલ હાંસલ કરી રોશન કર્યું

રાજ શક્તિ ક્લબના પ્રમુખ શકિતસિંહ જાડેજા તથા કોચ પિયુષ વરસાણી ના માર્ગદર્શન હેઠળ શૂટિંગ કેરિયર ની શરૂઆત કરી ટીશા લીંબડે એડવાન્સ ટ્રેનિંગ રોનક પંડિત પાસેથી લઈને વિવિધ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ઘણા મેડલો પ્રાપ્ત કર્યા છે. તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની શૂટિંગ સ્પર્ધામાં 25 મીટર પિસ્તોલ કેટેગરી માં રીનાઉન શૂટર ની ખ્યાતિ હાંસલ કરી તથા રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ  તથા સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા યોજાયેલ ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ ,તથા રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ ખેલ મહાકુંભમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવીને અનેરી સિદ્ધિ હાંસલ કરેલ છે  હાલ ગુજરાત સ્પોર્ટ ઓથોરીટી દ્વારા યોજાયેલ સમર કેમ્પમાં ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન ખાતે તાલીમ લઇને સુરેન્દ્રસિંહ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ભોપાલ ખાતે ભાગ લેવા જઈ રહી છે આ અનેરી સિદ્ધિ મેળવવા બદલ લીંબડ ટીશા ને શુભેચ્છાઓ વરસી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.