Abtak Media Google News

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને વલ્લભભાઈ કથીરીયા પણ રહ્યાં સાથે

રાજકોટમાં પધારેલ કેન્દ્રીય કૃષિ મંત્રી પુરસોતમભાઈ રૂપાલાએ રાજકોટના પ્રખ્યાત સીયારામ સ્વીટની મુલાકાત લઈ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.મંત્રી પુરસોતમભાઈ રૂપાલા સાથે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા વલ્લભભાઈ કથીરીયા તેમજ અન્ય અગ્રણીઓ પણ સીયારામ સ્વીટને શુભેચ્છા પાઠવેલ હતી.

Advertisement

અને અત્રે ઉલ્લેખનીય છેકે કોટેચાનગર મેઈનરોડ (અમિનમ ાર્ગ) પર શરૂ થયેલ સીયારામ સ્વીટ (ભાઈલાલભાઈ પેંડાવાળા) ગ્રુપ વાંકાનેર પંથકમાં છેલ્લા 50 વર્ષથી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. અને હવે રાજકોટને પણ અવનવી મીઠાઈઓનો સ્વાદ આપી રહ્યા છે.

સીયારામ સ્વીટની શુભેચ્છા મુલાકાતે પધારેલ કૃષિમંત્રી પુરસોતમભાઈ રૂપાલા, ગોવિંદભાઈ પટેલ તથા વલ્લભભાઈ કથીરીયાનું સીયારામ સ્વીટના મોભી બટુકભાઈ બુધ્ધદેવ તથા પ્રશાંતભાઈ કટારીયાએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.