Abtak Media Google News

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ ડીસીપી, ડીસીપી ઝોન-1, એસીપી, ક્રાઈમ પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત

કોરોના ના કાળ ને લીધે બે વર્ષ બાદ રંગેચંગે અષાઢીબીજના પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે તે દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને શ્રદ્ધાળુઓને કોઇ તકલીફ ન પડે તે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે અનુસંધાને આજે રથયાત્રાના રૂટ ઉપર રિહસલ યોજવામાં આવ્યું હતું.અષાઢી બીજનાં પાવન પર્વ આગામી તા.01ને શુક્રવારનાં રોજ ભગવાન શ્રીજગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીની રથયાત્રા નીકળનાર છે

રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ જહેમત ઉઠાવી રહી

Img 20220630 Wa0041

આ રથયાત્રામાં અનિચ્છનીય બનાવ ન બને તેમ જ શહેરીજનો રથયાત્રામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્તનું બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રથયાત્રા અભેદ સુરક્ષા ચક્ર આપવામાં આવ્યું છે જેમાં ડ્રોન અને સીસીટીવી કેમેરા થી બાજ નજર રાખવામાં રથયાત્રાને ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે પોલીસ દ્વારા આજે 11 કલાકે રીહર્સલ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો.  યોજાનાર રથયાત્રા શ્રી જગનાથ મંદિર કૈલાસ ધામ આશ્રમ થી ક્રાઈમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ ,ડીસીપી ઝોન 1  પ્રવીણકુમાર, ટ્રાફિક એસપી ,ક્રાઈમ એસીપી ડી.વી.બસિયા, એસિપ ગેડમ, ક્રાઈમ પીઆઈ વાય.બી. જાડેજા, જે.વી.ધોળા અને રૂટ પર આવતા તમામ પોલીસ મથકના પીઆઇ શિતનો સ્ટાફ દ્વારા.નાનામૌવા ગામ, મક્કાજી સર્કલ, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, ન્યારા સંપ કાલાવડ રોડ, નીલ દા ધાબા થી પુષ્કર પામ મેઇન રોડ, જે કે ચોક, આકાશવાણી ચોક, યુનિ રોડ, સાધુવાસવાણી રોડ, ટી-પોઇન્ટ, એચ.પી.પેટ્રોલપંપથી સાધુવાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટી થી રૈયા રોડ, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, હનુમાનમહી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડરબ્રીજ, કિશાનપર ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર મેઇન રોડ થી સદર પોલીસ ચોકી, હરીહર ચોક, લીમડા ચોક, એસ.બી આઇ. ટી-પોઇન્ટ, ત્રીકોણબાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજશ્રી સીનેમા, ભુપેન્દ્ર રોડ, શ્રી સ્વામીનારયણ મંદિર થી ભુપેન્દ્ર રોડ ટી-પોઇન્ટ, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ બોમ્બે આર્યન થી કેવડાવાડી મેઇન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ મેઇન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આબેડકર ભવનથી સહકાર મેઇન રોડ, ત્રિશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ, પી.ડી.એમ.કાટક થઇ પી.ડી.એમ.કોલેજ થઇ સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, મવડી ફાયર બ્રીગેડથી માંચાણી ચોક, રાજનગર ચોકથી, નાના મૌવા મેઇન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાનામૌવા ગામ થી કૈલાસ ધામ નીજ મંદિર સુધી હરિ દર્શન યોજવામાં આવ્યું હતું.

રથયાત્રા નિમિતે ફુલછાબ ચોકથી સદર બજારમાં 2 દિવસ સુધી વાહનોને નો એન્ટ્રી

Img 20220630 Wa0047

શહેરમાં શુક્રવારે અષાઢી બીજ નિમિતે યોજાનાર જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન કિંમશનર રાજુ ભાર્ગવ દ્વારા રથયાત્રા ફુલછાબ ચોકથી સદર બજારમાંથી પસાર થઇ સદર પોલીસ ચોકી તરફ પસાર થાય છે પરંતુ સદર બજાર પોલીસ ચોકીથી ખોડીયાર હોટલ સુધી તમામ વાહનો માટે તા.30/06/2022 થી તા.01/07/2022 સુધી દિન-ર સુધી કલાક-09/00 થી કલાક 1800 સુધી પ્રવેશ બંધ તથા ફુલછબ ચોકથી સદર પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે કલાક: 09/00 થી કલાક:-21/00 સુધી પ્રવેશ બંધ કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. તેમજ તા.30/06/2022 થી તા.01/07/2022 સુધી દિન-2 માટે સદરહુ જાહેરનામાંમાથી અષાઢી બીજની રથયાત્રાના અને સરકારી વાહનોને મુકતી આપવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.