Abtak Media Google News

જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે

પુરીમાં બિરાજતા જગન્નાથ ભગવાન જેવી જ આબેહૂબ પ્રતિકૃતિ જૂનાગઢના ગંધ્રપવાડા લેઈન ખાતે આવેલ ભગવાન જગન્નાથજી મંદિરે બિરાજમાન છે, આ પવિત્ર મંદિરેથી આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની 18 મી ભવ્ય નગરચર્યા જય જય જગન્નનાથના નાદ સાથે બ્રહ્મ સમાજની બહેનો કેશરી અને સિલ્વર સાડીના ડ્રેસ કોડ સાથે જોડાશે એ ઉપરાંત વિવિધ જ્ઞાતિના મહિલા મંડળો, યુવક મંડળો, ધુન મંડળો ની સાથે વિવિધ ફલોટ ઉપરાંત રાસ મંડળી ,બેન્ડ બાજા સાથે સંતો, મહંતો, શહેરના રાજકીય-સામાજિક આગેવાનો, ભાવિકો જોડાશે.

Advertisement

આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ ખાતેથી બપોરે 3:30 વાગે જગન્નાથજી મંદિરેથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નગરચર્યા રથયાત્રા શહેરના માર્ગો પર પ્રસ્થાન કરશે. આ ભવ્ય રથયાત્રા સેજના ઓટે થઈ લીમડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલીવાડા રોડ, પંચ હાટડી ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોકથી જવાહર રોડ અને ભીડભંજન મંદિર થઈ જગન્નાથજી મંદિરે પરત ફરશે. આ રથયાત્રાના ત્રણેય રથો ને ભાવિકો દ્વારા તેમજ બહેન સુભદ્રાજીના રથને બહેનો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવશે. જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજી મંદિરે ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે સવારે હાંડી ભોગ પ્રસાદ, ઉપરાંત ભગવાનનું શાહી સ્નાન કરવામાં આવ્યું હતું તથા રાત્રે રથયાત્રા સંપન્ન થયા બાદ ભાવિકો માટે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે રાત્રે આઠ વાગે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધામધૂમ પૂર્વક ઉજવણી ઉજવવા જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના પ્રમુખ મોટા પીર બાવા મહંત તનસુખગીરી બાપુના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ જનકભાઈ પુરોહિત, નલાભાઇ કોટેચા, ભીખુભાઈ રાઠોડ, મંત્રી મનસુખભાઈ વાજા, સહમંત્રી પિટી પરમાર, નવનીત ભાઈ શાહ , બીપીનભાઈ ભટ્ટી , વિજયભાઈ કિકાણી, ખજાનચી રાજેન્દ્ર ભાઈ ચુડાસમા તથા સહ ખજાનચી વીરેનભાઈ શાહ, પ્રફુલભાઈ પોપટ તેમજ જગન્નાથજી મંદિરના મહંત હિતેશભાઇ વ્યાસ, રથયાત્રા કારોબારી, કાર્ય સંકલન અને મહિલા અગ્રણીઓ સહિતની ટીમના સભ્યો દ્વારા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

મજેવડી ગામે અષાઢી બીજે મેળો ભાવિકો ઉમટયા

Img 20220701 Wa0001

જુનાગઢ નજીકના મજેવડી ગામે આવેલા દેવતણખી મહારાજની જગ્યાએ આજે અષાઢી બીજની ભાવભર ઉજવણી થઈ રહી છે. મજેવડી ગામના પાદરમાં આવેલા દેવ તણખી મહારાજની જગ્યાએ આજે સુથાર અને લુહાર સમાજના ભાવિકો દ્વારા મંદિરે ખાતે આજે સવારથી જ અષાઢી બીજ નિમિત્તે પૂજન, અર્ચન સાથેના ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. આ સાથે હજારોની સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના તથા જૂનાગઢ શહેરના ભાવિકો ઉમટી પડતા મીની મેળા જેવો માહોલ સર્જાયો છે. જોકે આજે વહેલી સવારે અષાઢી બીજના વરસાદે વધામણા કર્યા છે પરંતુ બપોર બાદ મજેવડી ખાતે હૈયે હૈયુ દળાય તેવી ભાવિકોની મેદની દર્શને પધારે તેવું બનાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.