Abtak Media Google News

કાલે જેબ્યુર અને એલેના રિબાકિના વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે

ઓન્સ જેમ્બુયરે ગુરૂવારે વિમ્બલ્ડન સેમિફાઇનલમાં તેની મિત્ર તાત્જાના મારીયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જેમ્બુયર વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ આરબ તથા આફ્રિકી મહિલા રહી છે. ટયુનિશિયાની ઓન્સ જેમ્બુયરે ગુરૂવારે સેન્ટર કોર્ટમાં રમાયેલી વિમેન્સ સેમિફાઇનલમાં મારીયાને 6-2, 3-6, 6-1થી મ્હાત આપી હતી. શનિવારે જેમ્બુયર અને એલેના વચ્ચે વિમેન્સ ફાઇનલ મેચ રમાશે તે કોની? તેના પર સૌની નજર છે.

રિબાકીનાએ સેમિફાઇનલમાં 2019 ચેમ્પિયન એવી રોમાનિયાની સિમોના સામે એક તરફી મેચમાં 6-3, 6-3થી વિજય મેળવ્યો હતો. રીબાકીના પણ સૌપ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. જેમ્બુયરે સળંગ 11મી મેચમાં વિજય મેળવ્યો છે. અગાઉ તેણે 24 મેચોમાંથી 22માં જીત નોંધાવી હતી. પ્રમુખ ટેનીસ ટુર્નામેન્ટમાં 1968 બાદ સૌ પ્રથમ વખત ફાઇનલમાં કોઇ આરબ મહિલા પહોંચી છે. આ ઉપરાંત જેમ્બુયર ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચનાર સૌપ્રથમ આફ્રિકન મહિલા પણ બની છે. આજે મેન્સ સેમિફાઇનલમાં નોવાક જોકોવિચ અને નોરી તેમજ રાફેલ નડાલ અને નીક વચ્ચે રસપ્રદ મુકાબલો રમાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.