રાજકોટમાં મેઘરાજાએ અનરાધાર મહેર ઉતારતા શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં નવી 5 ફુટ પાણીની આવક થવા પામી છે.
સૌની યોજના અંતર્ગત જેટલું પાણી 5 દિવસમાં ઠાલવવામાં આવ્યું તેથી 4 ગણું પાણી મેઘરાજાએ એક જ દિવસમાં ઠાલવી દીધું પરિણામે ગઈકાલથી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 29 ફુટે ઓવરફ્લો થતાં આજીડેમની સપાટી હાલ 23 ફુટે પહોંચી જવા પામી છે.
ડેમ છલકાવવામાં હવે માત્ર 6 ફુટ છેટું રહ્યું છે. મેઘરાજાએ એક જ દિવસમાં રાજકોટને 31 દિવસ સુધી ચાલે તેટલું પાણી ઠાલવી દિધું છે. રાજકોટવાસીઓના પ્રાણસમા આજીમાં હાલ જળ વૈભવ હિલોળા લઈ રહ્યું છે.