Abtak Media Google News

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ મેચના ઓપનર Murali Vijay પિતા બની ગયા છે. તેમને ટ્વીટર પર આ જાણકારી પોતાના ચાહકો સાથે શેર કરી છે. મુરલી વિજયે ટ્વીટર પર જે ફોટો શેર કર્યો જેમાં તેમનો મોટો પુત્ર તેના નાના ભાઈને લઈને ઉભો છે. મુરલી વિજયે લખ્યું છે કે, “બે રોકસ્ટાર, એક પુત્ર, બીજી દુનિયાથી પરિચિત કરી રહ્યા છે.” મુરલી વિજયે વર્ષ ૨૦૧૨ માં નિકિતાથી લગ્ન કર્યા હતા. તેમના મોતોં પુત્રનું નામ નિરવ અને પુત્રીનું નામ ઈવા છે. ઉલ્લેખનીય છે કે, નિકિતા ટીમ ઇન્ડિયાના એક અન્ય ક્રિકેટર દિનેશ કાર્તિકની ભૂતપૂર્વ પત્ની રહી છે.

Advertisement

Cf57D56A4E85Ca26110970Acd911C549ચેન્નાઈના ૩૩ વર્ષના મુરલી વિજયે ૫૧ ટેસ્ટ, ૧૭ વનડે અને ૯ ટી-૨૦ મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત તેમને નવેમ્બર ૨૦૦૮ માં ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં ટેસ્ટ રમી કરી હતી. મુરલી વિજય ૫૧ ટેસ્ટમાં ૪૬.૩૦ ની પ્રભાવી એવરજથી ૩૪૦૮ રન બનાવી ચુક્યા છે જેમાં ૯ સદી અને ૧૫ અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન ૧૬૭ રનનો તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.