ચેતેશ્ર્વર પુજારાની શાનદાર સદી: ભારતની વળતી લડત

chetesvar pujara | cricket | sport
chetesvar pujara | cricket | sport

રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ રોમાંચક તબકકામાં પહોંચી છે. પ્રમ ઈનીંગમાં ઓસ્ટ્રેલીયાના ૪૫૧ રનના ઝુમલા સામે ભારતે પણ રાજકોટના રનમશીન ચેતેશ્ર્વર પૂજારાની શાનદાર સદીના સહારે ટી બ્રેક સુધીમાં ૪ વિકેટ ગુમાવી ૩૧૫ રન બનાવી લીધા છે.

રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે પોતાનો દાવ આગળ ધપાવતા આજે ટી બ્રેક સુધીમાં ૪ વિકેટ ગુમાવી ૩૧૫ રન બનાવતા ભારતે ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાને વળતી લડત આપી છે. ૪૫૧ રનના પડકાર સામે મેદાને પડેલી ભારતીય ટીમની શ‚આત સંગીન રહી હતી. પ્રમ વિકેટ માટે કે.એલ.રાહુલ અને મુરલી વિજય વચ્ચે મજબૂત ભાગીદારી નોંધાઈ હતી. કે.એલ.રાહુલે ૧૦૨ બોલમાં ૯ ચોગ્ગા સો ૬૭ રન બનાવ્યા હતા. જયારે મુરલી વિજયે ૧૮૩ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૧ છગ્ગા સો ૮૨ રન બનાવી આઉટ યો હતો. ભારતની પહેલી વિકેટ પડયા બાદ મેદાન પર આવેલા ચેતેશ્ર્વર પુજારાએ ધીમી અને મકકમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલીયાના બોલરોને પરસેવો વળી ગયો હતો. રાંચીમાં પ્રમ ટેસ્ટ રમી રહેલા ચેતેશ્ર્વર પુજારાએ આજે શાનદાર સદી ફટકારતા ભારતનો સ્કોર સન્માનજનક સ્િિતમાં પહોંચાડયો હતો. પુજારાએ ૨૫૦ બોલનો સામનો કરી ૧૫ ચોગ્ગા સો ૧૧૨ રને હજુ પણ રમતમાં છે. જયારે ભારતના કેપ્ટન વિરાટ કોહલી માત્ર ૬ રન બનાવી આઉટ યો હતો. અંજીકય રહાણે પણ ૩૩ બોલમાં ૨ ચોગ્ગા સો ૧૪ રન બનાવી આઉટ યો હતો.ભારતની ૪ વિકેટ પડયા બાદ ચેતેશ્ર્વર પૂજારાનો સા આપવા મેદાન પર આવેલા અને અગાઉ ત્રેવડી સદી ફટકારનાર તરુણ નાયર હાલ મકકમતાી ઓસ્ટ્રેલીયાના બોલરોનો સામનો કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલીયા તરફી એક માત્ર કયુમીન્સ સફળ બોલર સાબીત યો હતો. તેણે ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. જયારે ઓકેફીને ૧ વિકેટ મળી હતી. ટી બ્રેક સુધીમાં ભારતે ૪ વિકેટ ગુમાવી ૩૦૦ી વધુ રન નોંધાવી દીધા છે. ઓસ્ટ્રેલીયાના ૪૫૧ રનના પડકાર સામે ભારતે પણ વળતી લડત આપતા રાંચી ટેસ્ટ રોમાંચક તબકકામાં પહોંચી છે.