Abtak Media Google News

અબતક, ઋષિ મેહતા, મોરબી

મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં બાઈક ધીમું ચલાવવા ઠપકો આપતા બે પાડોશી પરિવારો વચ્ચે ડખ્ખો થયા બાદ જામી પડી હતી અને બન્ને પરિવારો વચ્ચે મારામારી થયા બાદ સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કનકસિંહ તકુભા ઝાલા !(રહે મોરબી વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી)વાળાએ આરોપી વનરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવેલ કે તેઓ શિવમંદિરે પૂજા કરવા ગયેલ હોય ત્યારે દૂધ ભૂલી જતા તેમનો પુત્ર ધ્રુવરાજસિંહ દૂધ દેવા આવતી વખતે આરોપીએ તેને રોકી તું કાલે ઝઘડો કરવા આવવાનો હતો તેમ કહી ગાળો આપતા ફરિયાદી સમજાવવા જતા આરોપીએ લાકડાના ધોકા વડે ફરિયાદી અને તેના પુત્ર તેમજ  વચ્ચે છોડાવવા આવેલા કનકસિંહના પત્નીને પણ ધક્કો મારી પછાડી દઈ જાનથી મારી નાખવા ધમકી આપી હતી. સામાપક્ષે વનરાજસિંહ ભૂપતસિંહ ઝાલાએ સામી ફરિયાદ નોંધાવેલ કે, આરોપી ધ્રુવરાજસિંહ કનકસિંહ ઝાલા એક્ટિવા ફૂલ સ્પીડે ચલાવી નીકળતા ફરિયાદીએ અહીં નાના બાળકો રમતા હોય એક્ટિવા ધીમે ચલાવવા ઠપકો આપતા આરોપી કનકસિંહ અને તેમના ધ્રુવરાજસિંહએ ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.