Abtak Media Google News

મોરબી શહેરના ખાખરેચી દરવાજા વિસ્તારમાંથી એક ઇસમને ગેરકાયદે  દેશી હાથ બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે એસ.ઓ.જી.એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Img 20221202 Wa0285

મોરબી એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન  બાતમી મળેલ કે એક ઇસમ જેની પાસે એક પીસ્તોલ તથા કારતૂસ છે તે ખાખરેચી દરવાજેથી બેઠાપુલ બાજુ નિકળનાર છે. તેવી બાતમી મળતા બાતમીની જગ્યાએ વોચમાં રહેતા બાતમીના વર્ણન મુજબનો આરોપી મકબુલ ઇસ્માઇલભાઈ મનસૂરી (રહે. મેમણ શેરી, ગ્રીન ચોક, મોરબી) ત્યાંથી નીકળતા તેની તલાસી લેતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવેલ હતા, જેથી તેની અટક કરી આરોપી વિરુધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

આ  કામગીરી  એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડ્યા, પીએસઆઈ એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા, એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, પો.હેડ કોન્સ. રસીકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, પો.કોન્સ. ભાવેશભાઇ માવાભાઇ મીયાત્રા, આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાચુ અને અશ્વિનભાઇ લોખિલ જોડાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.