Abtak Media Google News

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહને મળ્યો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ

મુંબઈમાં 30 ઓગસ્ટની સાંજે 67મા ફિલ્મફેર અવોર્ડ એટલે કે લેડીલકનું આયોજન થયું હતું. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહ અને વિકી કૈશલની ફિલ્મ સરદાર ઉધમ બાજી મારી ગઇ હતી. જ્યારે બેસ્ટ એક્ટરનો એવોર્ડ રણવીર સિંહ અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ક્રિતિ સેનને જીતી લીધો છે.

Advertisement

રણવીર સિંહને ફિલ્મ 83 અને ક્રિતિને ફિલ્મ મીમી માટે શ્રેષ્ઠ એક્ટિંગ બદલ આ એવોર્ડ મળ્યા છે. બેસ્ટ ક્રિટિક્સ શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ વિકી કૌશલને ફિલ્મ સરદાર ઉધમ સિંહના લીધે મળ્યો છે. આ ફિલ્મે 9 એવોર્ડ પોતાના નામ કર્યા છે. તો શેરશાહ ફિલ્મે પાંચ કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે. તાલ, સોદાગર, પરદેશ સહિત ઘણી હિટ ફિલ્મો આપનારા  ફિલ્મ સર્જક સુભાષ ઘાઇને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

સમારંભમાં વિવિધ સેલિબ્રિટીઝ ઉપરાંત ફિલ્મફેર અવોર્ડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. બે વર્ષ પછી ફિલ્મફેર અવોર્ડ સમારંભ  (પ્રત્યક્ષ રીતે) યોજાયો હતો.ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સિસ અને મજાક મસ્તી સાથે શરૂ થયેલી આ સાંજનો આ સાથે જ સુખદ અંત આવ્યો હતો. 67મા ફિલ્મફેર અવોર્ડના હોસ્ટ રણવીર સિંહ અને વિકી કૌશલ હતા.

67માં ફિલ્મફેર અવોર્ડ્સમાં વિજેતાઓની યાદી

  1. બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર)- શેરશાહ
  2. બેસ્ટ ડાયરેક્ટર- વિષ્ણુ વર્ધન (’શેરશાહ’)
  3. બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)- વિદ્યા બાલન (’શેરની’)
  4. બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ)- વિકી કૌશલ (’સરદાર ઉધમ’)
  5. બેસ્ટ એક્ટર ઈન અ લીડિંગ રોલ (ફીમેલ)- ક્રીતિ સેનન (’મિમી’)
  6. બેસ્ટર એક્ટર ઈન અ લીડિંગ રોલ (મેલ)- રણવીર સિંહ (’83’)
  7. બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (ફીમેલ)- સાઈ તમહાન્કર (’મિમી’)
  8. બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ)- પંકજ ત્રિપાઠી (’મિમી’)
  9. બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ)- સરદાર ઉધમ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.