Abtak Media Google News

સંચાલકો વિવિધ મુદાઓને લઇને સરકારને રજૂઆત કરશે, યોગ્ય નિણર્ય નહિ આવે તો આગળના કાર્યક્રમ ઘડાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલિત શાળા સંચાલક મંડળ મંગળવારે બેઠક યોજાઈ હતી. જેમાં પોતાની પડતર માગણીઓને લઈને રાજ્ય સરકાર સમક્ષ પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આઠ મુદ્દાઓની ચર્ચા કર્યા બાદ અસોસિએશને મક્કમ નિર્ણય કર્યો કે, આચાર્યો, શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી કરવાનો અધિકાર સ્કૂલના વહીવટી વિભાગને સોંપી દેવાવો જોઈએ અને આ અંગેની રજૂઆત તેઓ કરશે. આ ઉપરાંત આચાર્ય, શિક્ષક, કારકુનની જગ્યા ભરવાની સતા શાળા સંચાલકોને સોંપવા ઠરાવ કરવામાં આવ્યો છે અને સંચાલકો વિવિધ મુદાઓને લઇને સરકારને રજૂઆત કરશે, યોગ્ય નિણર્ય નહિ આવે તો આગળના કાર્યક્રમ ઘડાશે.

બેઠક દરમિયાન બીજો એક ચર્ચવામાં આવેલો મુદ્દો હતો વર્ગખંડ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યાનો. શહેરી વિસ્તારોની સ્કૂલોના વર્ગખંડમાં એક ક્લાસમાં ઓછામાં ઓછા 30 અને વધુમાં વધુ 45 વિદ્યાર્થીઓ બેસાડી શકાય તેવી માગણી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોની શાળાના એક વર્ગમાં ઓછામાં ઓછા 20 અને વધુમાં વધુ 45 વિદ્યાર્થીઓ બેસાડી શકાય તેવી માગ કરવામાં આવી છે. સ્કૂલ સંચાલકોની માગણી એવી પણ છે કે ખાનગી સ્કૂલો માટે સરકાર નિર્ધારિત કરેલી ફીની રકમ વધારે.

બેઠકમાં 550 જેટલા પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા

રાજ્યભરની સ્કૂલોમાંથી આશરે 550 જેટલા પ્રતિનિધિઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. રિઝલ્ટ સંબંધિત ગ્રાન્ટ બંધ થવી જોઈએ તેવી માગણી પર પણ ભાર આપશે તેવો નિર્ણય પણ બેઠકમાં કરવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, અસોસિએશનની મુખ્ય માગ તો ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની સત્તા મળે તેની જ રહેશે. હાલ આ સત્તા સરકાર પાસે છે.

સ્કૂલ મેનેજમેન્ટની શું છે માગણી?

સ્કૂલ મેનેજમેન્ટ ખાસ્સા સમયથી માગણી કરી રહ્યું છે કે, જે સ્કૂલોમાં ધોરણ 9 અને 10નો એક-એક ક્લાસ હોય ત્યાં એક આચાર્ય સહિત ચાર શિક્ષકોની ભરતી કરવાની સત્તા સરકાર તેમને સોંપે. અત્યારે આવી સ્કૂલોમાં સરકારે એક આચાર્ય સહિત ત્રણ શિક્ષકોની મંજૂરી આપેલી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.