રાજકોટ મહાનગરપાલિકા પ્રોજેક્ટ દ્વારા રોજગાર વાંછુક લોકોને  દીન દયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનાં સ્વરોજગાર બેન્કેબલ યોજના  ઘટક હેઠળ ધંધો રોજગાર શરૂ કરવા માટે  બે લાખની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક મારફત ધિરાણ મળવા પાત્ર છે. આ યોજનાના લાભાર્થીને 7% થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે. તદઉપરાંત સ્વ રોજગાર બેન્કેબલ યોજના લોન મેળવવા ઇચ્છતા કોઈ પણ પાંચ અથવા વધારે વ્યક્તિઓ (જેમાંથી 70% શહેરી ગરીબ) કે જેઓ શહેરી ગરીબ હોઈ તેને રૂ. 10,00,000/- સુધીની લોન મળવા પાત્ર છે કે જે લોનમાં 7% થી ઉપરના વ્યાજની સબસીડી તરીકે સહાયતા પ્રાપ્ત થાય છે. લોન ભરપાઈ કરવાનો સમય ગાળો 5 વર્ષ થી 7 વર્ષ રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓને કચેરીના કામકાજના દિવસો દરમ્યાન ડો.આંબેડકર ભવન એનયુએલએમ-સેલ રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, ક્રેડીટ સોસાયટીની ઉપર,  પ્રથમ માળ ખાતે સંપર્ક કરવાનો રહેશે.

આજીવિકાસ મિશન યોજના હેઠળ  પણ સ્વ-સહાય જુથની રચના

રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં વસવાટ કરતા શહેરી ગરીબ કુટુંબો  દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન  યોજનાનાં સામાજીક ગતીશીલતા અને સંસ્થાગત વિકાસ ઘટક હેઠળ સ્વ-સહાય જુથની રચના કરવાની થાય છે. તથા મુખ્યમંત્રી શહેરી આજીવિકા મિશન  યોજના હેઠળ પણ સ્વ-સહાય જુથની રચના કરવામાં આવે છે.

જે અંતર્ગત બન્ને યોજનાઓમાં રસ ધરાવતી બહેનો તથા ભાઇઓ નીચે દર્શાવ્યા મુજબની યોજનાકીય લાભ લઇ શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.