Abtak Media Google News

સેવાભાવી નગરસેવક રજાકભાઇ હીંગોરાના સહકારથી પ0 કરતા વધુ કમિટીઓને ઇનામો અપાયા

ઉપલેટાના શહેરના સેવાભાવી નગર સેવક હિગોરા પરિવાર આર્થિક સહયોગથી કિંગ સ્ટાર ગ્રુપ અને કે.જી. એન. ગ્રુપ દ્વારા મોહરમ પર્વ પર તાજીયાની કલાગીરી કરનાર તમામ કમીટીના કામગીરો પ્રોત્સાહીત કરાયા હતા.

Advertisement

શહેરના દાદીમાં હોલમાં ધારાસભ્ય લલીત વસોયાની અઘ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મોહરમ પર્વ પર શહેરમાં જુદી જુદી કમીટી દ્વારા પ0 કરતાં વધુ કલાત્મક તાજીયા બતાવી લોકોમાં ભારે આકષણનું કેન્દ્ર બન્યા હતા. આ તમામ તાજીયા કમીટીને વોર્ડ નં. 9 ને સેવાના ભેખધારી નગરસેવક રિયાજભાઇ હિગોરા, રજાકભાઇ હિંગોરા પરિવારના આર્થિક સહયોગથી કિંગ સ્ટાર ગ્રુપ અને કે.જી. એન. ગ્રુપ દ્વારા તમામ તાજીયા કમીટીને પ્રોત્સાહીત કરી વિવિધ કલાત્મક ગીફટ આપવામાં આવી હતી. આ તકે પીરે તરીકન અબા મુજુમલ બાપુ, મુસ્તુફાબાપુ એકતા સમીટીના પ્રમુખ અબ્ઝલબાપુ કાદરી નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના ચેરમેન નિકૃંજભાઇ ચંદ્રવાડીયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા ફરીક જમાતના મહમદ સોરવદી મેમણ જમાતના હનીફભાઇ કોઠી, કનુભાઇ ચોટાઇ, ભુપતભાઇ કનેરીયા, નગર સેવક

રિયાજભાઇ હિંગોરા, બોદુભાઇ શેખ, કિગ સ્ટાર ગ્રુપના રજાકભાઇ હિંગોરા, રિજવાન ભાઇ હિંગોરા, કે.જી. એન. ગ્રુપના બોદુભાઇ હેરેમ સહીત લોકો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.