150 ફૂટ રીંગરોડ પર શીતલપાર્ક પાસે વિશાળ ગ્રાઉન્ડમાં ટોચના ગરબા સિંગરો કરશે જમાવટ અબતકની શુભેચ્છા મુલાકાતે જૈન વિઝનની મહિલા પાંખના સભ્યો

નવલી નવરાત્રીના આયોજનમાં હમેશા અગ્રેસર  જૈન વિઝન સંસ્થાએ આ વખતે પણ નવા નવા આકર્ષણો સાથે જૈન પરિવાર માટે નવરાત્રીનું આયોજન કર્યું છે અને તેને રાજકોટના જૈન પરિવારમાંથી અપ્રતિમ આવકાર મળ્યો છે. ખાસ કરીને બહેનો જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં રમવા માટે થનગની રહી છે. મૂળ આ તહેવાર બહેનોનો જ છે અને મોટા જોગણી જેમ  ગરબે રમે તેમ જૈન વિઝનના આંગણે આ વખતે બહેનો મોટી સંખ્યામાં ગરબા રમવાની છે. આ વર્ષે પણ 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે વિશાળ ગ્રાઉન્ડમાં સોનમ ગરબા 2022 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને શહેરના તમામ જૈન પરિવારો આ આયોજન સાથે જોડાઇ રહ્યા છે.

જૈન વિઝનની મહિલા વીંગના સભ્યોએ  એક શુભેચ્છા મુલાકાતમાં વધુ  વિગતો આપતા કહ્યું હતું કે, સોનમ ગરબા નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે પણ નવા નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. સંપૂર્ણપણે બિન વ્યવસાયિક એવા આ સુંદર આયોજનમાં બહેનોને વિનામૂલ્યે સિઝન પાસ આપવામાં આવશે. 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે જનીશભાઈ અજમેરાની માલિકીના 4 લાખ સ્કવેર ફૂટના વિશાળ ધ કેપિટલ ગ્રાઉન્ડમાં દોઢ લાખ વોટની લાઇન એરે અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, સુંદર લાઇટિંગ વ્યવસ્થા, પારિવારિક બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ ઝોન, ચુસ્ત સિક્યુરિટી, સેલ્ફી ઝોન, સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે.

જૈન વિઝન દર વર્ષે ખેલૈયાઓ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ કરે છે અને આ વખતે પણ અનેક ઇનામો આપવામાં આવશે. નવરાત્રી દરમિયાન રોજ નવી નવી કોમ્પીટીશન પણ યોજાશે અને એન્ટ્રી ટિકિટ ઉપર લકી ડ્રો પણ થશે.

અબતક,ની શુભેચ્છામુલાકાતે આવેલા બીના સંઘવીએ જણાવ્યુંં કે, જૈન વિઝન આયોજિત સોનમ ગરબા 2022 નું આ વખતનું મુખ્ય આકર્ષણ યુ-ટ્યુબના સિંગર્સ છે. આ વખતે ગુજરાતના ગરબા કિંગ અતાખાન, અમદાવાદના ફોક સિંગર વિશાલ પંચાલ, ગરબા અને બોલીવુડ સિંગર રાજકોટના અશ્વિની મહેતા જૈન વિઝનના આંગણે આવી રહ્યા છે. મ્યુઝિક એરેન્જર તરીકે ભાર્ગવ ચાંગેલા અને તેમની ટીમ છે. આર્ટિસ્ટ એરેન્જમેન્ટ તેજસ શીશાંગીયાની છે .સિંગરોએ સોનમ ગરબા માટે ખાસ ગરબા પણ તૈયાર કર્યા છે જે ધૂમ મચાવશે.

માત્ર જૈન પરિવારના ભાઈ બહેનો માટે યોજાઇ રહેલા આ સોનમ ગરબા દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બને છે અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ રમવા માટે ઉમટી પડે છે. આ વખતે પણ ખાસ કરીને યુવા ધનમાં જૈન વિઝનના સંગે ગરબા રમવા માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

ગરબાના આ આયોજનની સફળતા માટે ટિમ જૈન વિઝન સમગ્ર ટિમ જહેમત ઉઠાવી રહ્યા છે. જ્યારે કાર્યાલય વ્યવસ્થા જય મહેતા,આશિષ દોશી, સુધીર પટેલ, કેતન વખારિયા, એડવોકેટ હિમાંશુ પારેખ વિશાલ મેહતા, કેતન સંઘવી,દીપ રામાણી હેમુ વખારિયા,  મનીષાબેન શેઠ  પાયલ ફુરીયા કૂ. ઋત્વી વોરા,   મીનાબેન શાહ,  રીટાબેન પાડલીયા  દિપાબેન વોરા સહિતના આગેવાનો સંભાળી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.