Abtak Media Google News

50 વર્ષ પહેલા સોસાયટીની સ્થાપના કરનારના કાર્યને બીરદાવવા આપણી ફરજ છે: પ્રો. ડોડીયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાપક પ્રમુખ શ્રી આર.ડી. આરદેશણાનો ગરિમાપૂર્ણ સન્માન સમારોહ યોજાયો હતા.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડની સ્થાપના 1972માં   આર.ડી. આરદેશણાના નેતૃત્વ નીચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા થઈ હતી. સોસાયટીના પ્રમુખ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાની અધ્યક્ષતામાં  મળેલી કારોબારીની બેઠકમાં આ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરવામાં જેમની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહી છે, એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ આર.ડી. આરદેશણાનું ગરિમાપૂર્ણ સન્માન   સન્માન સમારોહ  ડી.પી. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

Advertisement

મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરતાં સોસાયટીના પ્રમુખ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, આજથી પચાસ વર્ષ પહેલા 1972માં આ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને માત્ર ચાર રૂપિયાના વારના ભાવે યુનિવર્સિટી રોડ જેવા પોશ વિસ્તારમાં જમીન ફાળવણીનું ભગીરથ કાર્ય કરનાર આ હાઉસિંગ સોસાયટીના ગૌરવવંતા  સ્થાપક પ્રમુખ શ્રી આર.ડી. આરદેશણા ને જેટલા બિરદાવીએ અને સન્માનીએ એટલા ઓછા છે. એક ભાષાસાહિત્યના અધ્યાપક તરીકે તેમના આ પરોપકારી કાર્યને બિરદાવવા માટે મારી પાસે શબ્દો ખૂટે છે, એમ પ્રોફેસર જયદીપસિંહ ડોડિયાએ અંતમાં જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલસચિવ અને સ્થાપક પ્રમુખ  આર.ડી. આરદેશણાના એક વખતના સંઘર્ષના સાથી , સોસાયટીના પ્રથમ ઉપપ્રમુખ એવા   વી. એચ. જોશીએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના બાદ યુનિવર્સિટી કેમ્પસના મકાન બનવા લાગતા યુનિવર્સિટીની વહીવટી ઓફિસ જે શહેરમાં ચાલુ હતી, તે કેમ્પસમાં શિફ્ટ થવાની હતી તે સ્થિતિમાં  આર.ડી. આરદેશણાએ સાથી કર્મચારીઓને શહેરમાંથી ઓફિસે આવવા જવાનું સરળ બને એવા શુભ આશયથી યુનિવર્સિટી કેમ્પસ નજીક સહકારી હાઉસિંગ સોસાયટી બનાવવા મિત્રોને સૂચન કર્યું.

આ જમીન ગ્રીનબેલ્ટમાં મૂકાતાં મુશ્કેલીઓ વધી તેને ગ્રીનબેલ્ટમાંથી મુક્તિ અપાવવા તત્કાલીન મંત્રીઓ- મનોહરસિંહ જાડેજા તેમજ  મનસુખભાઈ જોશી  ેના સહકારથી ગ્રીનબેલ્ટમાંથી સોસાયટીને મુક્તિ અપાવી. નાના કર્મચારીઓ પાસે મકાનના બાંધકામના પૈસા ક્યાંથી હોય ? તે ધ્યાને લઇ 400 વારના પ્લોટ પાડયા, જેથી મકાન બનાવવાના સંદર્ભે જરૂર પડ્યે અડધા પ્લોટ વેચીને પણ મકાન આસાનીથી બનાવી શકાય.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ મકાન માલિક બને તેવી શુભ ભાવનાથી આ સંકલ્પને સફળતા પૂર્વક અમલમાં મૂક્યો. પરિણામે નિવૃત્તિ વખતે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ કિંમતી જમીનના પ્લોટના માલિક બની શક્યા.  આ ભગીરથકાર્યનો સંપૂર્ણ શ્રેય આપણી સોસાયટીના સ્થાપક પ્રમુખ આર.ડી. આરદેશણાને ફાળે જાય છે, કે જેમણે પુરુષાર્થની પરાકાષ્ઠા સર્જી અને આ હાઉસિંગ સોસાયટીનું નિર્માણ અનેકવિધ પડકારો વચ્ચે પણ શક્ય બનાવ્યું.

આર.ડી. આરદેશણાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટિવ સોસાયટીના વરિષ્ટ સભ્યઓ એવા પ્રોફેસાર અનામિકભાઈ શાહ, પૂર્વ કુલસચિવ શ્રી વી.એચ. જોશી, પૂર્વ મદદનીશ  કુલસચિવ શ્રી યુ.એન. પંડયા,   એન.એસ. ઉપાધ્યાય, પૂર્વ યુનિવર્સિટી એન્જિનિયર ડી.પી. ત્રિવેદી, પૂર્વ વિભાગીય અધિકારી શ્રી એચ. સી. જોશી, શ્રી અમરસિંહજી જાડેજા વગેરે દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા કારોબારી સદસ્યો રાગીણીબેન દિનેશભાઈ ભૂવા તેમજ ડો. શિપ્રાબેન બાલુજા દ્વારા સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સોસાયટી પ્રમુખ  પ્રો. જયદીપસિંહ ડોડિયા,  સાજીભાઈ મેથ્યુ,  સહમંત્રી  અજયસિંહ પરમાર, ઉદ્યોગપતિ  શૈલેષભાઈ પટેલ, ઉદ્યોગપતિ  ભરતભાઈ વાછાણી,   બિલ્ડર  યોગેશભાઈ ગરાળા, સી.એ.   ભરતભાઈ વાજા, ડો. કેતન પંડયા, પ્રો. પી.એચ. પરસાણિયા વગેરે દ્વારા પુષ્પગુચ્છ  આપી   આર.ડી. આરદેસણાનું સન્માન કરવામાં આવ્યું હતું.સોસાયટીના વરિષ્ટ સભ્યો એવા ડો. દર્શન ભટ્ટ, ડીવાય.એસ.પી.   રોહિતસિંહ ડોડિયા,  જે. એમ. પંડિત,  રમેશભાઈ સભાયા, શ્રી શ્રી શ્રીજિત સુકુમાર નાયર, શ્રી  મૌલિક્સિંહ ભટ્ટી, ચાર્ટડ એાઉન્ટન્ટ્  દિવ્યેશભાઈ કગથરા, અમિતકુમાર કત્યાલ વગેરે દ્વારા  આર.ડી. આરદેસણાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડિયા, મંત્રી સાજીભાઈ મેથ્યુ, સહમંત્રી અજયસિંહ પરમાર, પૂર્વ     પ્રમુખ   જે. પી. મેહતા, અગ્રણી શ્રી નીલેશભાઈ માંડવીયા તેમજ કારોબારીના તમામ સદસ્યઓએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.