Abtak Media Google News

રવિવાર સહિત કુલ આઠ દિવસ યાર્ડ બંધ રહેશે

બેડી સ્થિત રાજકોટ માકેટીંગ યાર્ડમાં આગામી 24 થી 29 ઓકટોબર સુધી દિવાળીના તહેવાર સંદર્ભે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રવિવાર સહિત કુલ આઠ દિવસ યાર્ડ બંધ રહેશે.

Advertisement

આજે સવારે માકેટીંગ યાર્ડ ખાતે કમિશન એજન્ટ એસોસીએશનની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં દિવાળીના આગામી તહેવારોને ઘ્યાનમાં રાખી 24 થી 29 ઓકટોબર સુધી રાજકોટ માકેટીંગ યાર્ડમાં દિવાળી વેકેશન રહેશે બે રવિવાર સહિત કુલ આઠ દિવસ યાર્ડ બંધ રહેશે. જેની ખેડુતોએ નોંધ લેવી.

આગામી શનિવાર બાદ જણસી સ્વીકારવામાં આવશે નહી. યાર્ડમાં સતત આઠ દિવસની રજા જાહેર કરવામાં આવી હોય આગામી 31મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નીમીતે યાર્ડ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.