Abtak Media Google News

એસ.ઓ.જી.એ.દરોડો પાડી રૂ.10000ના મુદામાલ સાથે શખ્સને ઝડપી લીધો

ધારી તાલુકાના સરસીયા ગામે  ફુલછોડની આડમાં ગાંજાનાં છોડનું વાવેત2 ક2ના2 આરોપીને લીલા ગાંજાનાં છોડ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર  એસ.એમ.સોની, તથા એસ ઓ.જી. ટીમ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ, ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ધારી તાલુકાના સરસીયા ગામે જગ્યાવાળુ પરા તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતો.

હસમુખભાઇ મધુભાઇ વાધેલાના તા.ધારી, જિ અમરેલીવાળા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ફુલછોડની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા હસમુખભાઇ મધુભાઇ વાધેલા, ઉ.વ.51,ને લીલા ગાંજાના છોડ નંગ-6 વજન 1 કિલો 960.ગ્રામ કિ.રૂ.9,800/- ના મુદ્દામાલ સાથે ઝડપી ધારી પો.સ્ટે.સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.