દિવાળીના તહેવારમાં મોબાઈલ નિર્માતા કંપની પોતાના નવા-નવા સ્માર્ટફોનને લોન્ચ કરી રહી છે.આ સાથે જ ઇંટેક્સે પણ પોતાના બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન કંપનીના બજેટ સ્માર્ટફોન છે. કંપની તરફથી લોન્ચ કરવામાં આવેલા આ બંને સ્માર્ટફોન શટરપ્રૂફ છે. “એક્વા લાયંસ” સીરિઝને વિસ્તારતા ઇંટેક્સે “એક્વા લાયંસ એક્સ-1” અને “એક્વા લાયંસ એક્સ 1 પ્લસ”ના નામથી બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.એક્વા લાયંસ એક્સ-1ની કિમત 7,499 રૂપિયા છે જ્યારે એક્સ-1 પ્લસ 8,499 રૂપિયા છે. બંને ફોનમાં અનબ્રેકેબલ ડિસ્પ્લે આપવામાં આવી છે.
આ ડિસ્પ્લેનો ફાયદોએ છે કે તેનાથી તમે એક વાર ફોનની સ્ક્રીનને રિપ્લેસ કરી શકો છો.કંપનીના નિર્દેશક નિધિ મરક ડેયએ કહ્યું હતું કે આ દિવાળી પર અમે સંપૂર્ણ પેકેજ લઈને આવ્યા છે.
બંને સ્માર્ટફોનની ડિસ્પ્લે 5.2 આપવામાં આવી છે. જ્યારે બંને સ્માર્ટફોનમા 1.3 ગિગા હર્ટ્જની ક્વાડ-કોર એમટીકે 6737 પ્રોસેસર આપવામાં આવી છે.એક્વા એક્સ-1 પ્લસમાં 3 GB આરઇએમ આપવામાં આવી છે જ્યારે એક્વા એક્સ-1માં 2 GB રેમ આપવામાં આવી છે.એક્વા એક્સ-1 પ્લસની ઇન્ટરનલ સ્ટોરેજ 32 GB છે જ્યારે એક્વા એક્સ-1ની ઇન્ટરનલ સ્ટોરેજ 16 GB છે.આ સ્માર્ટફોનના ખાસ ફીચર તરીકે બંનેમાં ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યું છે.આ ફીચરનો ઉપયોગ તમે ફોનને અનલોક કરવા, ફોટો ક્લિક કરવા કરવા માટે કરી શકશો.