Abtak Media Google News
પ્રથમ તબકકાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ, આપ ઉપરાંત અપક્ષ ઉમેદવારોનો ભારે ધસારો

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકામાં આગામી 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 3પ સહિત કુલ 89 બેઠકો માટે યોજનારા મતદાન માટે આજેઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે કચેરી ખુલતાની સાથે જ ઉમેદવારી કરવા ઇચ્છુક નેતાઓની કતાર લાગી જવા પામી હતી. દરમ્યિાન આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ગુરુવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે દરમિયાન બીજા તબકકામાં મઘ્ય અને ઉત્તર ગુજરાતની જે 93 બેઠકો માટે મતદાન યોજવાનું છે. તેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 17મી  નવેમ્બર છે.

પ્રથમ તબકકાના મતદાન માટે ગત પાંચમી નવેમ્બરના રોજ ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ હતી. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા છેલ્લી ઘડી સુધી અનેક બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા ન હતા. દરમિયાન હવે ત્રણેય પત્રો દ્વારા પ્રથમ તબકકામાં જે 89 બેઠકો માટેે મતદાન થવાનું છે. તે તમામ સીટ મો ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત જે નેતા કાર્યકરો અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી  લડવા ઇચ્છી રહ્યા છે તે તમામે નામાંકન પત્રો ભરી દીધા હતા. સવારથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે ધમધમાટ ચાલી રહ્યો છે. જે ઉમેદવારો ગત સપ્તાહ જ નામાંકન પત્ર દાખલ કરી દીધા છે. તેઓ હવે જોશમાં પ્રચાર-પ્રસારના કામમાં લાગી ગયા છે.

આજે બપોરે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થશે દરમિયાન આવતીકાલથી બે દિવસ ફોર્મ ચકાસણીની કામગીરી ચાલશે.રાજકીય પક્ષો દ્વારા પોતાના સત્તાવાર ઉમેદવારની સાથે એક ડમી ઉમદેવારોનું ફોર્મ પણ ભરાવવામાં આવતું હોય છે સત્તાવાર ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારનું ફોર્મ આપો આપ રદ થઇ જાય છે.  દરમિયાન ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ આગામી ગુરુવાર છે ગુરુવારે બપોર સુધીમાં સંપૂર્ણ ચૂઁટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે કંઇ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે ખરાખરીના જંગ જામશે તે વાતોન ખ્યાલ આવી જશે. શુક્રવારથી અપક્ષ ઉમેદવારોને ચુંટણી ચિહન ફાળવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

બીજી તબકકાના મતદાનમાં 93 બેઠકો માટે પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે જેના માટે ફોર્મ ભરવાની અવધી 17મી નવેમ્બર સુધી નિયત કરવામાં આવી છે. રાજયમાં આગામી શુક્રવારથી ચુંટણીનો માહોલ બરાબર જામશે મતદારોને રિઝવવા માટે ભાજપ કોંગ્રેસ આપ સહિતના રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રચામરના ભુંગળાના વોલ્યુમ વધારી દેવામાં આવશે. 17 નવેમ્બરથી ર9 નવેમ્બર સુધી પ્રચાર પુરજોશમાં ચાલશે.

આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સવારથી સરકારી કચેરીઓમાં ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.