‘ૐ’ ના ઉચ્ચારણથી તન, મન, સ્વસ્થ રહે છુ: અદ્વેતજી

ઋષિકેશના યોગ ભૂષણ અદ્રૈતજી દ્વારા તા. 16 ના રોજ સાંજે પ થી 7 કે.જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે યોગ અને પ્રવચનનો કાર્યક્રમનું આયોજન કરાયુ ં હતું. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો.યોગભૂષણ અદ્રૈતજીએ યોગનું મહત્વ  સમજાવી વિવિધ પ્રકારના યોગ વિષે ઉપસ્થિત લોકોન વાકેફ કરાયા હતા. તેમજ ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન દ્વારા જીવન જીવવાની જડી બુટ્ટીનું રસપાન કરાવ્યું હતું.

ઓમકાર યોગ અને યોગાસન દ્વારા ઝડપથી સ્વસ્થ્તા પ્રાપ્ત કરી શકાય છે. તેમ ઋષિકેશના અદ્રૈતજીએ જણાવ્યું હતું. ઋષિકેશના અદ્રૈતજીએ ‘અબતક’ મીડીયા સાથે થયેલી, વાતચીતમાં જણાવ્યું હતું કે ઓમકાર મહામંત્ર છે. આ મંત્ર 9 વખતના ઉચ્ચારથી જ સિઘ્ધ થઇ શકે છે. વિધિવત તેનો ઉચ્ચાર કરવો જરુરી છે. હાલના સમયમાં યુવા પેઢી બિનજરુરી ફોનનો ઉપયોગ કરે છે. તે ફોન પર જે દ્રશ્ય જોવે છે. અને સાંભળે છે અને તે દ્રશ્ય તેના મનમાં ચાલ્યા કરે છે. જેના કારણે તનાવ અનુભવે છે. આથી શરીરને પણ નુકશાન થાય છે. તનાવ દુર કરવા યોગ મહત્વનો છે. 300 થી વધુ યોગ શિક્ષકોને તાલીમ આપી તૈયાર કરાયા છે. આજની યુવા પેઢી વ્યસન તરફ આંધળી દોટ મુકે છે તેને બદલે યોગાસન તરફ વળે તો હેલ્ધી બની રહે છે. તણાવમાંથી દુર રહે છે ઉત્સાહ ભર્યુ જીવન જીવી શકે છે. દિવસમાં 9 વખત ‘ૐ’નો ઉપચાર કરવાથી તન, મન, સ્વસ્થ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.