Abtak Media Google News

શિક્ષકોની વિચાર શકિત કોશ્યલ પેઝન્ટેશનનું કરાયું  વિદ્વતાપૂર્વક્  સંશોધન- પરામર્શ

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત  પ્રવૃત્તશિલ જીનીયસ ગ્રુપ  ઓફ ઈન્સ્ટીટયુટમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોનાં અપગ્રેડેશનની પણ ચિવટ રાખવામાં આવી રહી છે.

શિક્ષકોની  સજજતા માટે જીનીયસ ગ્રુપ દ્વારા  પાંચ દિવસીય  ઈન્ટલેકટ મીટ યોજી શિક્ષકોની  વિદ્વવતા કેટલી  વિચારશકિત પ્રેઝેન્ટેશનનું વિવિધતાપૂર્વકનું સંચાલન કરવામાં આવ્યું હતુ.

રાજ્યોન રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ દ્વારા   પાંચ દિવસીય ” જય જીનિયસ  ઈન્ટલેકટ  મીટ 2022-23 ઇવેન્ટનુ તારીખ જ નવેમ્બર થી 9 નવેમ્બર દરમિયાન જીનિયસ ઈગ્લીશ મિડીયમ સ્કુલના ઓડીટોરીયમમાં આયોજન કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધામાં જીનિયસ સ્કૂલ , જય ઈન્ટરનેશનલ સ્કૂલ અને રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલના તમામ શિક્ષકો એ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો .

Press Photo Intellect Meet 2022

આ ઇનટલેકટ મીટની શરુઆત વિદ્યાની  સરસ્વતીની વૈદિક પૂજન વિધી અને અતિથીઓ દ્વારા દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી . આ કાર્યક્રમને ક્વાટર ફાઈનલ- સેમિ ફાઇનલ અને ફાઈનલ એમ ત્રણ વિભાગોમાં વિભાજીત કરવામાં આવ્યો હતો જેમાં શિક્ષકોએ સાંપ્રત સમયના અને નવિન વિચારો ધરાવતા વિવિધ વિષયોમાંથી કોઈ એક વિષય પસંદ કરીને તે વિષયનું ઉંડાણપૂર્વક સંશોધન કરી , પ્રેઝન્ટેશન તૈયાર કરીને નિર્ણાયકો અને તમામ સહભાગીઓ સમક્ષ રજુ કર્યા હતા . નિર્ણાયકો દ્વારા જનરલ , સોશિયલ એન્ડ પોલિટિકસ , સાયન્સ એન્ડ ટેક્નોલોજી , સાયકોલોજી એન્ડ એજ્યુકેશન , કોમર્સ એન્ડ લીટરેચર અને સ્પોર્ટસ જેવા વિષયો ચર્ચા માટે પસંદ કર્યા હતા . આ ઇન્ટલેક્ટ મીટના ક્વાટર ફાઈનલના પ્રથમ બે દિવસ દરમિયાન શિક્ષકોના સંશોધનોને જજ કરવા નિર્ણાયક તરીકે  વિરબાઈમાં મહિલા કોલેજના અંગ્રેજીના પ્રોફેસર મિનુ જસદણવાલા , મારવાડી યુનિવર્સિટીના કોમ્યુનિકેશન ટ્રેનર  બ્રીજ યાજ્ઞીક , પ્રિમીયર સ્કૂલના ઈંગ્લીશ એચઓડી ડો . કેતન પિઠડીયા , ગાર્ડી વિધાપીઠના  નિલેશ અંકલેશ્વરીયા , શક્તિ સ્કૂલના રીયા ભગદેવ અને ગાર્ડી વિધાપીઠના ડો . નિરજ મહેતાને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ઈલેક્ટ મીટના સેમિ ફાઈનલ રાઉન્ડમાં શિક્ષકોની પ્રતિભાને પારખવા માટે રોઝી સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ડો . વિશાલ વરીયા , ચોટીલાના એસએસઆઈ ક્લાસીસના શિક્ષક   ધર્મેશ દવે મોરબી કોલેજના અંગ્રેજીના પ્રોફેસર  ધૈર્યવી અંજારિયા , સુરત એનઆઈટીના લીડીંગ પ્રોફેસર  સાયદા બૌનિસ નક્વી સોહેલ , ખાનગી સંસ્થામાં યાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત  અંકિત ચોટલિયા અને આત્મીય યુનિવર્સિટીના પો . નિલેશ હેવાને આમંત્રિત કરવામાં આવ્યા હતા જ્યારે ફાઈનલ રાઉન્ડ માટે ઉતિર્ણ થયેલા શિક્ષકોમાંથી વિજેતાની પસંદગી કરવા માટે પો . હિતેશ શુક્લ કિરણબેન શાહ , રોટાયર્ડ આર્મી કેપ્ટન  જયદેવ જોષી ,  સૌમન રે ચૌધરી ,  બિંદીયા ચૌહાણ અને   હરિશ ઐયરે સેવા આપી હતી. ઈલેક્ટ મીટના સમાપન પ્રસંગે શ્રી ડો . વો . મહેતા એ ઉપસ્થિત સર્વે શિક્ષકોને તેમણે પસંદ કરેલા વિષયોના સંશોધન અને પ્રસ્તુતી માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમમાં સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન   ડી . વી . મહેતા , સીઇઓ  ડીમ્પલબેન મહેતા , જય ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ   જોઈતા . ચૌધરી , વાઈસ પ્રિન્સિપાલ   યાર્મી સેદાણી , રાજકોટ ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી   જયભાઇ મહેતા , આરઆઈએસ ના એચઓડી   રીના ગાંધીના માર્ગદર્શનમાં જીનિયસ સ્કુલ , જય ઇન્ટરનેશનલ સ્કુલ અને રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલના તમામ શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.